GUJARAT

વિદ્યાર્થીઓએ ડોગ શો નિહાળ્યો: પાલનપુરની રાજમણી વિદ્યાલય પાલનપુરના વિદ્યાર્થીઓએ પોલીસ ડોગ સ્ક્વોડની મુલાકાત અંતર્ગત ડોગ શો નિહાળ્યો – banaskantha (Palanpur) News


બનાસકાંઠાની સુપ્રસિદ્ધ વિવિધલક્ષી વિદ્યામંદિર સંલગ્ન રાજમણી વિદ્યાલય પાલનપુરના ધોરણ 5 ના વિદ્યાર્થીઓએ ગુજરાત પોલીસ ડોગ સ્ક્વોડની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓની આ જ્ઞાનવર્ધક મુલાકાતમાં વિદ્યામંદિરના અધ્યાપકો તથા ડોગ હેન્ડલર્સ અને વિદ્યાર્થીઓએ જ્ઞાનવર

.

જેમાં પોલીસ ડોગ રોશનીના જબરદસ્ત કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ઓબીડીયન્સ ટ્રેકિંગ જમ્પિંગ સહિત દરેક વિષયમાં માહિર પોલીસ ડોગ રોશનીએ ડોગ હેન્ડલરના આદેશોનું પાલન કરી અદભુત પ્રદર્શન દ્વારા પોલીસ તપાસમાં ડોગની મહત્વની ભૂમિકાનું મહત્વ સમજાવ્યું હતું. પોલીસ ડોગ રોશનીની ઉંમર બે વર્ષ છે તે હમણાં જ ટ્રેનિંગ કરીને નવી નવી જોડાયેલ છે . પોલીસ ડોગમાં તેની સાથે પોલીસ ડોગ લકી , પોલીસ ડોગ ડોગલ્સ પણ ડ્યુટી બજાવી રહ્યા છે.

આજના ડોગ શોમાં પોલીસ ઇન્સ્પેક્ટર બીકે જોષીના માર્ગદર્શન હેઠળ ડોગ શોમાં ડોગ હેન્ડલર વિક્રમકુમાર રાવલ અને સુરેશભાઈ સોલંકીએ પોતાના જ્ઞાનની વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. દુનિયાના દરેક દેશમાં પોલીસ ડોગ્સ અને મિલેટ્રી ડોગ્સનું આગવું મહત્વ છે. અને પોલીસ ડોગ્સ પોતાની ફરજ વફાદારીથી નિભાવી રહ્યા છે. આંતકવાદી ઓસામા બિન લાદેનને પકડવા માટે જે ઓપરેશન હાથ ધરાયુ હતું એમાં પણ પોલીસ ડોગ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ એ પોલીસ ડોગ લીડીંગ ઓપરેશનમાં સૌથી મોખરે હતો. પોલીસ ડોગનો ઇતિહાસ બહુ જૂનો છે. હજારો વર્ષ પહેલા સેનામાં ડોગની ભરતીઓ થતી હતી. સેનામાં હાથી ઘોડા અને ડોગ્સનો પણ ઉપયોગ થતો હતો. એ રીતે આજના જમાનામાં પણ ડોગ પોતાની મહત્તા સાબિત કરી રહ્યા છે .

ડોગ શો અંતર્ગત ડોગ હેન્ડલર વિક્રમકુમાર શિવલાલ રાવલે જણાવ્યું હતું કે પોલીસ ડોગ બહુ જ વફાદાર અને સમજીને કામ કરે છે. પોલીસ ડોગ્સ બોર્ડમાં પોલીસ ડોગને ડોગ્સ કોડ મુજબ સાફ સફાઈ સાથે ડોગ્સને વ્યવસ્થિત જમવાનું પીરસવામાં આવે છે. ડોગની જમવાની ડીશ એક ઉત્તમ મેનુ હોય છે. જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ હોય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!