GUJARAT

બાળકોએ લોકશાહીના પર્વનો જાત અનુભવ કર્યો: ધોલેરાની કામાતળાવ પ્રાથમિક શાળામાં ‘બાળ સંસદ’ માટેની ચૂંટણી યોજાઈ – Ahmedabad News


બાળકોમાં નેતૃત્ત્વના ગુણો ખીલે અને લોકશાહીથી વાકેફ થાય તે હેતુથી શાળાના સંચાલનના ભાગરૂપે ધોલેરા તાલુકાની કામાતળાવ પ્રાથમિક શાળામાં ‘બાળ સંસદ’ની રચના માટે ભારતીય ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી હતી. જ માટે ધોરણ 8ના આઠ ઉમેદવાર

.

ગત તા. 6/7/2024ના રોજ કુમાર અને કન્યાને અલગ લાઈનમાં ઊભા રહી બાળકોએ શિસ્ત બધ્ધ લોકશાહીના મહા પર્વનો જાત અનુભવ કર્યો હતો. મોબાઇલ એપ વોટિંગ મશીન મદદથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરી હતી. બાળકો એ સહી કરી આંગળી ઉપર નિશાની કરી સેલ્ફી લીધી હતી.

કુલ આઠ ઉમેદવારોમાં 147 મત પડ્યા હતા. જેમાં બારૈયા યુવરાજ વિજયભાઈને 42 મત સાથે મંત્રી અને 31 મત સાથે બારૈયા હાર્દિક સુરેશભાઇ ઉપમંત્રી બનીને શાળાના સંચાલનની જવાબદારી માટે જરૂરી સપથ વિધિ સાથે ભારતીય સંવિધાનના સોગંધ લીધા હતા.

બાળસંસદની રચના માટે શાળાના શિક્ષિકા રેખાબેનને સુચારુ આયોજન કર્યું હતું. શાળા શિક્ષકગણ ગીતાબેન, મીનાબેન, મૌલિકાબેન અને હાર્દિકભાઈએ ભારે જેહમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય નીતિનભાઈએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!