GUJARAT

અમદાવાદના સિંધુભવન, શીલજ સર્કલ પર સમય નહીં બગડે: બે બ્રિજ બનાવવાનું કામ પુરજોશમાં, આ રીતે જંક્શનના ટ્રાફિક વિના સડસડાટ નીકળી શકશો – Ahmedabad News


અમદાવાદના સરદાર પટેલ (એસપી) રિંગ રોડ પર દિન-પ્રતિદિન હવે વાહનોમાં વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા વધતાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા મુખ્ય જંકશન પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. એસપી રિંગ રોડ પર શીલજ સર્કલ અને અન્ય સિંધુભવન જંકશન

.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા સિંધુભવન જંકશન અને શીલજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈને રેલવેના ઓવરબ્રિજ સાથે જોડી બે બ્રિજ બનાવવામાં આવવાના છે, જેની કામગીરી હવે શરૂ કરી દેવામાં આવી છે. સરદાર પટેલ રિંગ રોડ પર રોજનાં લાખો વાહનો પસાર થાય છે. સાયન્સસિટીથી બોપલ તરફ અને બોપલથી સાયન્સસિટી તરફ ઉપરાંત શીલજથી થલતેજ અને થલતેજથી બોપલ બાજુ જવા માટે ટ્રાફિક વધ્યો છે.

બોપલથી સિંધુભવન કેવી રીતે જવાશે?
બોપલથી સિંધુભવન અને સિંધુ ભવન રોડથી એસપી રિંગ રોડ પર ટ્રાફિક વધ્યો છે. શીલજ સર્કલ અને સિંધુભવન જંક્શન પર ઓવરબ્રિજ બનશે, જેના કારણે ટ્રાફિક થશે નહીં. શીલજ અને સિંધુભવન બ્રિજ બન્યા બાદ જો બોપલ તરફથી કોઈપણ વાહનચાલકને સિંધુભવન જવું હોય તો ઓવરબ્રિજની સાઈડમાંથી નીચે થઈને સિંધુભવન તરફ જઈ શકશે.

વૈષ્ણોદેવીથી સિંધુભવન કેવી રીતે જવાશે?
શીલજથી થલતેજ જનારા લોકો બ્રિજ નીચેથી સીધા જઈ શકશે, જેથી થલતેજથી શીલજ અને શીલજથી થલતેજ તરફ જનારા વાહનચાલકોને રિંગ રોડ પરનાં વાહનોનો ટ્રાફિક નડશે નહીં. સિંધુભવન તરફથી જે લોકોને શીલજ અથવા તો વૈષ્ણોદેવી સર્કલ તરફ જવું હોય તો તેમણે બ્રિજ નીચેથી શીલજ તરફ બ્રિજ તરફ ચડીને જઈ શકશે. વૈષ્ણોદેવી સર્કલથી જે વાહનચાલક સિંધુભવન તરફ જવા માગે છે તેમણે રેલવે ઓવરબ્રિજ પૂરો થતાંની સાથે જ બ્રિજની સાઈડમાંથી સિંધુભવન તરફ જઈ શકશે.

રચના કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે કોન્ટ્રેક્ટ
બોપલ અને શીલજ વિસ્તારમાં રહેતા નાગરિકો અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે એ માટે શીલજ સર્કલ પાસે બનનારા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઔડા દ્વારા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બંને ઓવરબ્રિજનો કોન્ટ્રેક્ટ રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપવામાં આવ્યો છે. બ્રિજની બાજુમાં PQC રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બ્રિજની કામગીરી પણ સાથે શરૂ કરવામાં આવી છે. એસપી રિંગ રોડ પરનો ટ્રાફિક બંને તરફ બંધ ન કરવો પડે એના માટે સૌપ્રથમ બાજુના સર્વિસ રોડ બનાવવામાં આવશે, જેની હાલમાં કામગીરી ચાલી રહી છે. સર્વિસ રોડ બન્યા બાદ રિંગ રોડ પર સર્કલ વચ્ચે બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

આટલાં વાહનો થાય છે પસાર
સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા શીલજ જંક્શન પર સરેરાશ દૈનિક ટ્રાફિક 102640 અને સિંધુભવન જંક્શન પર 85097 વાહનચાલકો પસાર થાય છે છે, જેથી 27 મીટર પહોળો આ બ્રિજ બનાવવામાં આવશે, જેની કામગીરી બે વર્ષમાં પૂર્ણ થશે તેમજ શીલજ અને સિંધુભવન જંક્શન પર ઓવરબ્રિજ બનવાના કારણે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતા અને શીલજ તેમજ બોપલ વિસ્તારના નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!