GUJARAT

જામનગરમાં ધોધમાર વરસાદ: 9 ઈંચ વરસાદથી જોડિયા જળબંબાકાર, જામજોધપુરમાં 3 ઇંચ ખાબકતાં ચારે તરફ પાણી જ પાણી – Jamnagar News


જામનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી મેઘ વર્ષા વરસાવી છે ત્યારે આજે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારે 3 ઇંચ સહીત છેલ્લા 24 કલાક મા 9 ઈંચ પાણી પડી ગયું હતું . ઉપરાંત જામજોધપુર માં ત્રણ ઇંચ અને જામનગર શહેર

.

જામનગર જિલ્લાની વાત કરીએ તો આજે સવારે 11 વાગે પૂરા થતા 24 કલાકમાં જામનગરમાં 62 મી.મી., જોડિયામાં 236 મી.મી., ધ્રોળમાં 24 મી.મી., કાલાવડમાં 26 મી.મી., લાલપુરમાં 41 મી.મી. અને જામજોધપુરમાં 125 મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગરમાં ગત્ મધ્ય રાત્રિના જ ધોધમાર વરસાદ શરૂ થતાં દોઢ ઈંચ પાણી વરસી ગયું હતું.

આ ઉપરાંત જામજોધપુરમાં પણ લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું હતું. સતત વરસી રહેલા સારા વરસાદના કારણે જિલ્લામાં 25 માંથી 16 જળાશયો છલકાઈ ગયા છે.ઉમિયા સાગર ડેમના 3 દરવાજા 1.2મીટર ખોલવામાં આવ્યા છે, તો ફુલઝર (કો.બા) ના ચાર દરવાજા 0.9 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આથી હેઠવાસના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.જામનગર જિલ્લાના કેટલાક ગામડામાં ગઈકાલે ખૂબ સારો વરસાદ થયો હતો,.

જ્યારે અમુક ગામડામાં નહીવત્ ઝાપટા પડ્યા હતા જેમાં વસઈ 42 મી.મી., લાખાબાવળ, 23 મી.મી., મોટી બાણુંગાર 31, ફલ્લા 26, જામવંથલી 21, મોટી ભલસાણ 26, અલીયાબાડા 20, દરેડ 30, હડીયાણા 75, બાલંભા 95, પીઠડ 36, લતીપુર 35, જાલીયાદેવાણી 5, લૈયારા 13, નિકાવા 5, ખરેડી 12, મોટા વડાળા 55, ભલસાણ બેરાજા 30, નવાગામ 26, મોટા પાંચદેવડા 58, સમાણા 36, શેઠ વડાળા 82, જામવાડી 108, વાંસજાળીયા 98, ઘુનડા 74, ધ્રાફા 150, પરડવા 65, પીપરટોડા 11, પડાણા 76, ભણગોર 46, મોટા ખડબા 65 મી.મી. વરસાદ નોંધાયો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!