GUJARAT

એક જ પરિવારના 4 સભ્યનો સામૂહિક આપઘાત: દ્વારકાના ધારાગઢ ગામની કરુણ ઘટના; જામનગરના પરિવારે રેલવે ફાટક પાસે જઈ ઝેરી દવા ગટગટાવી – Dwarka News


દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારેય લાશનો

.

પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી
જામનગરનાં માધવબાગ-1માં રહેતાં એક જ પરિવારના ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારે લાશનો કબજો મેળવ્યો હતો. જે બાદ ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે. નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે તથા અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે.

એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી
દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક કરૂણ ઘટના બની છે. જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. આજે બુધવારે સાંજે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. મૃતકોની ઓળખ અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉંમર 42) તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 42) તેમનો પુત્ર જીજ્ઞેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉંમર 20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉંમર 18) તરીકે થઈ હતી.

મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળ્યા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો. મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આપઘાતના કારણોની તપાસ કરી રહી છે. જો કે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.

જિલ્લાભરમાં શોકનું વાતાવરણ છવાયું
આ આહિર પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને અને પુરાવાઓ એકત્રિત કરીને પોલીસ આગળની તપાસ કરશે. આ ઘટનાએ જામનગર જિલ્લાભરમાં શોકનું વાતાવરણ ઊભું કરી દીધું છે. હાલ પોલીસ દ્વારા ગામના લોકો પાસેથી પરિવારના આપઘાતનું કારણ જાણવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!