GUJARAT

અમદાવાદથી મુંબઈ માત્ર સવા બે કલાકમાં!: હાઇસ્પીડ બુલેટ ટ્રેનનાં 8 સ્ટેશનની કામગીરી અને સ્ટેશનની અંદરનો અદભુત નજારો જુઓ, સ્ટીલબ્રિજ, પાસિંગબ્રિજનું કામ પુરજોશમાં – Vadodara News


ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેર વચ્ચની મુસાફરી ઝડપી બને એ માટે કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેનનો ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં

.

નેશનલ હાઇવે ક્રોસ કરવા સ્ટીલના બ્રિજનું નિર્માણ
વડોદરા શહેરમાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ વડોદરા રેલવે સ્ટેશન સહિત જિલ્લામાં અનેક જગ્યાએ કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે. આ બુલેટ ટ્રેનનું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. જિલ્લામાં બુલેટ ટ્રેન રૂટના બ્રિજના થાંભલા બનાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. નેશનલ હાઇવે ક્રોસ કરવા સ્ટીલ બ્રિજ બનાવાયો છે. તો શહેરમાં આંતરિક બ્રિજ પરની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે.

વડોદરા શહેરના રેલવે સ્ટેશનથી લઈને બસ સ્ટેશન સહિતની ટ્રાન્સફરની કનેક્ટિવિટી વધશે.

મુસાફરો ભારતીય રેલવે પર સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે
નિર્માણાધીન વડોદરા એચ.એસ.આર. સ્ટેશન ભારતીય રેલવે વડોદરા સ્ટેશન, પંડ્યા પુલ પાસે 16,467 ચોરસ મીટર સ્ટેશનના પાયાનું કામ પૂર્ણ થયું છે. રેલવે સાથે સીમલેસ એકીકરણ સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેના હાલના પ્લેટફોર્મ નંબર 7 ઉપર સ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ એકીકરણ સાથે મુસાફરોને એચ.એસ.આર. અને ભારતીય રેલવે વચ્ચે સરળ ટ્રાન્સફરની સુવિધા મળશે. વડોદરા એચ.એસ.આર. સ્ટેશનનું હાલનું સ્થાન પશ્ચિમ રેલવે સ્ટેશન, શહેર અને રાજ્ય બસ ડેપો સાથે સિટી બસ સેવા સાથે જોડે છે.

સ્ટેશનનું મોટા ભાગનું કામ પૂર્ણ.

સ્ટેશનનું મોટા ભાગનું કામ પૂર્ણ.

વડોદરા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહત્ત્વનો સાબિત થશે
વડોદરા સંસ્કારી અને કલા નગરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારના અનેક પ્રયાસોથી વડોદરા શહેરનો બહોળો વિકાસ થયો છે. આજે શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી સાથે અનેક સ્થાપત્યો જોવા મળી રહ્યાં છે. આ વારસાને નિહાળવા આવતા લોકો માટે બુલેટ ટ્રેન મહત્ત્વનો પ્રોજેક્ટ સાબિત થઇ શકે છે. વડોદરામાં નિર્માણ થઇ રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળનું સ્ટેશન ખૂબ જ સુંદર અને આકર્ષક છે.

વડોદરાના વિકાસને વેગ મળશે.

વડોદરાના વિકાસને વેગ મળશે.

ભારતીય રેલવે અને બસ સેવાની પણ કનેક્ટિવિટી
આમ તો વડોદરા વડ નગરી તરીકે વર્ષો પહેલાં જાણીતું થયું છે. વડોદરા HSR સ્ટેશનની ડિઝાઈન શહેરમાં જોવા મળતા વડ (વડ) વૃક્ષોની પુષ્કળ માત્રાને કારણે ‘બનિયન ટ્રી’ની પ્રોફાઇલ અને પર્ણસમૂહ પરથી પ્રેરિત છે. પેસેન્જર વિસ્તારોમાં પર્યાપ્ત કુદરતી પ્રકાશ માટે પરવાનગી આપવા માટે આંતરિક જગ્યાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે બાહ્ય આકાશનાં દૃશ્યોની શક્યતાઓ પણ પૂરી પાડે છે. આ સ્ટેશન વિશાળ જગ્યામાં છે અને આસપાસ ભારતીય રેલવે અને બસ સેવાની કનેક્ટિવિટી હોવાથી ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે.

તમામ સુવિધાથી મુસાફરોને મુશ્કેલી નહિ પડે
વડોદરામાં નિર્માણ થઇ રહેલ બુલેટ ટ્રેન સ્ટેશનની વાત કરવામાં આવે તો સ્ટેશનમાં મુસાફરોને આરામ અને સુવિધા માટે અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમ કે, વેઈટિંગ હોલ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર, આરામ રૂમ, સાર્વત્રિક સુલભ શૌચાલય જેવી સુવિધાઓ હશે. આ સાથે પાર્કિંગ માટે કાર, બસો, થ્રી વ્હીલર્સ માટે અલગ-અલગ પાર્કિંગ લોટ અને પિક એન્ડ ડ્રોપ ઓફ બેઝ આપવામાં આવ્યાં છે. ભારે ભીડ ન થાય અને મુસાફરોને મુશ્કેલીઓ ન પડે અને અવરજવર માટે પદયાત્રી પ્લાઝાની વ્યવસ્થામાં કરવામાં આવશે.

અમદાવાદથી મુંબઈ સુધીમાં 12 સ્ટેશનનું નિર્માણ
મહત્ત્વની બાબત છે કે, મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે, જે મુખ્ય શહેરી માર્ગોને જોડી રહ્યાં છે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 15 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ થશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!