GUJARAT

રાજકોટમાં રવિવારે જગન્નાથની રથયાત્રા: ઇસ્કોન મંદિરથી સાડા ત્રણ ફૂટના ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે, રથના પૈડાં જ 7 ફૂટના – Rajkot News


રાજકોટમાં 7 જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજના દિવસે જગન્નાથ રથયાત્રા છે. શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રાને લઇને રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહનો માહ

.

રથ અને મંદિરનો આકર્ષક લાઈટોથી શણગાર કરાયો
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે, વામન પુરાણમાં જણાવાયું છે કે જે કોઈ વ્યક્તિ ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચે છે અથવા દોરડાને સ્પર્શ પણ કરે છે તો તેના જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે. જે કોઈ પણ રથ પર બિરાજેલા ભગવાન જગન્નાથના એક વાર પણ દર્શન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. આ વર્ષે રથયાત્રાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી અને હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવશે. ઉજવણીની તૈયારીના ભાગ રૂપે મંદિરને આકર્ષક લાઈટથી શણગારવામાં આવેલ છે. ભગવાનના રથને ફૂલોની લારથી શણગારવામાં આવશે અને રાત્રે ભગવાનના રથ પર દર્શન સારી રીતે થઇ શકે એ હેતુથી રથને વિશેષ લાઈટ દ્વારા રોશનીયુક્ત કરવામાં આવશે.

ભગવાન જગન્નાથને 56 ભોગ અર્પણ કરાશે
તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા જયારે શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય ત્યારે શહેરીજનોને પ્રસાદના ભાગ રૂપે બુંદીનું વિતરણ કરવા માટે 5000 કિલો બુંદી તૈયાર કરવામાં આવી છે. જે બુંદીના આશરે 80 હજાર પેકેટ ભક્તો તેમજ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવશે અને આ 80 હજાર બુંદીના પેકેટનું વિતરણ શહેરના રાજમાર્ગો પર રથના દર્શન કરતા દર્શનાર્થીઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત પ્રભુજી જણાવે છે કે, અષાઢી બીજના કાર્યક્રમની શરૂઆત સવારે 4:30 વાગે વિશેષ મંગળા આરતીથી કરવામાં આવશે. 9:00 વાગે વિશેષ શ્રુંગાર દર્શન અને 10 વાગે ભગવાન જગન્નાથને 56 ભોગ અર્પણ કરવામાં આવશે. સવારે 11 વાગે ઇસ્કોન મંદિર સિંગાપોરના પ્રમુખ દેવકીનંદન પ્રભુજી દ્વારા દ્વારા જગન્નાથ કથા પર પ્રવચન આપવામાં આવશે.

8 વાગ્યાથી મંદિરમાં સૌ દર્શનાર્થીઓ માટે ભંડારો
રથયાત્રાની શરૂઆત બપોરે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે. ચોક, પુષ્કરધામ ચોક થઇ કાલાવડ પર આવશે. જ્યાં એજી ચોક, જડ્ડુસ રેસ્ટોરન્ટથી કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિરે આવશે. ઉપરોક્ત દર્શાવેલ દરેક મુખ્ય ચોક પર ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન સંપૂર્ણ માર્ગમાં હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવામાં આવશે અને વાજતે ગાજતે અને નાચતે ભગવાન જગન્નાથને નગરચર્યા કરાવવામાં આવશે. રાત્રે 8 વાગ્યાથી મંદિરમાં સૌ દર્શનાર્થીઓ ભંડારા પ્રસાદ શરુ થઇ જશે.

ભક્તોની સુરક્ષાનું ધ્યાન રખાશે
વધુમાં પ્રભુજી જણાવે છે કે, રથયાત્રા દરમિયાન રથયાત્રામાં આવનાર ભક્તોની સલામતીની પણ વિશેષ તકેદારી રાખવામાં આવશે. રથયાત્રા દરમિયાન માર્ગમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે ટે હેતુથી સ્વયં સેવકોની એક ટીમ બનાવવામાં આવી છે. તદુપરાંત રથયાત્રા દરમિયાન રસ્તામાં આવતા ઇલેક્ટ્રિક વાયરોથી કોઈ અકસ્માત ન થાય તે હેતુથી pgvclની ટીમ પણ રથયાત્રાની સાથે તૈનાત રહે તે માટે pgvclને પણ વિનંતી કરવામાં આવી છે. પોલીસ પ્રશાશનમાંથી પણ રથયાત્રાની સલામતી જાળવવા માટે રથયાત્રામા પોલીસનો કાફલો પણ તૈનાત રહેશે. રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવાનું અને સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!