GUJARAT

ક્લાસરૂમની દીવાલ ધરાશાયી, 5 વિદ્યાર્થીઓ પટકાયા: CCTV: વીડિયોમાં ક્લાસરુમ બાળકોથી ખચોખચ ભરેલો દેખાયો, સંચાલકોનું એક જ રટણ- ‘રિસેસના સમયે ઘટના બની છે’ – Vadodara News


વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતાં ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યુ હતું. જેની પ્રાથમિક સારવાર બાદ વા

.

આજે બપોરે વડોદરામાં નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેના શોકિંગ CCTV સામે આવ્યા છે. ચાલુ ક્લાસે જ ક્લાસરુમની દીવાલ ધરાશાયી થઈ હતી અને તેની સાથે જ 5 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જોકે, આ મામલે શાળા સંચાલકોએ આ દુર્ઘટનાની હકીકત છુપાવી અને રિસેસ સમયે આ દુર્ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સંચાલકોએ માત્ર એક જ વિદ્યાર્થીને ઇજા થઈ હોવાનું જણાવી મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા. જોકે, CCTVએ નારાયણ વિદ્યાલયના સંચાલકોનાં જૂઠાણાંની પોલ ખોલી નાંખી.

આ ઘટના 12.30 વાગ્યાની આસપાસ બનીઃ આચાર્ય
આ અંગે ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ રૂપલબેન શાહે જણાવ્યું હતું કે, આ બાળક ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને આ ઘટના 12:30 વાગ્યાની આસપાસ બની હતી. તે દરમિયાન અમે અમારી ઓફિસમાં હતા અને અવાજ આવતાની સાથે જ અમે ત્યાં પહોંચ્યા હતા. આ ઘટનામાં બાળકોની કેટલીક સાયકલો દટાઈ હતી. અમને ખ્યાલ પણ નહોતો કે આવી ઘટના બનશે. ત્યારે કોઈ નોટિસ આપવામાં આવી નથી અને અમારા ટ્રસ્ટી આવશે ત્યારે અમે નિર્ણય કરીશું.

રિસેસ ટાઈમ હોવાથી જામહાની ટળી
આ સમગ્ર ઘટના રિસેસના ટાઈમમાં બની હોવાથી કેટલાય બાળકોના જીવ બચ્યા છે. અચાનક બનેલી આ પાંચથી સાત જેટલી સાયકલો કાટમાળમાં દટાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાની જાણ થથાં પોલીસ અને ફાર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!