GUJARAT

એમ્બ્યુલન્સે વૃદ્ધને 5 ફૂટ દૂર ઉછાળ્યા, CCTV: વડોદરામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા 66 વર્ષીય એક્ટિવાચાલકનું મોત; આરોપી ડ્રાઇવર વૃદ્ધને હોસ્પિટલમાં પહોંચાડી ભાગ્યો – Vadodara News


વડોદરા શહેરના માંજલપુરની શ્રેયસ સ્કૂલ પાસે ગત 15 જુલાઈ એમ્બ્યુલન્સની અડફેટે એક્ટિવા લઈને જઈ રહેલા 66 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમનું આજે (20 જુલાઈ) સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે,

.

આરોપીની શોધખોળ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ 66 વર્ષીય વૃદ્ધને અડફેટે લેનાર એમ્બ્યુલન્સ ગ્લોબલ હોસ્પિટલની છે. એમ્બ્યુલન્સનો ડ્રાઇવર વૃદ્ધને ગ્લોબલ હોસ્પિટલમાં જ સારવાર માટે લઇ ગયો હતો અને ત્યાંથી નીકળી ગયો ગયો હતો. એમ્બ્યુલન્સ ખાલી હોવા છતાં સ્પીડમાં જઈ રહી હતી. આ ઘટના અંગે ગ્લોબલ હોસ્પિટલના સંચાલકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, સંપર્ક થઈ શક્યો નહોતો. આરોપી કાર ડ્રાઇવર અંગે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. ગમારાએ જણાવ્યું હતું કે, આરોપીની શોધખોળ હાલ ચાલી રહી છે.

એમ્બ્યુલન્સે વૃદ્ધને ઉછાળી દૂર પટક્યા
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલની પાછળ કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા દીપ શાહના પિતા ભૂપેન્દ્રભાઈ (ઉં.વ.66) દૂધ કેન્દ્ર ચલાવે છે અને દૂધ વિતરણ પણ કરે છે. ગત સોમવારના (15 જુલાઈ) રોજ રાબેતા મુજબ સવારે 5 વાગ્યે દૂધ કેન્દ્ર પર ગયા હતા અને બાદમાં તેઓ દૂધ વિતરણ માટે ગયા હતા. સવારે 7 વાગ્યાના અરસામાં તેઓ શ્રેયસ સ્કૂલ પાસે પહોંચ્યા, ત્યારે એક એમ્બ્યુલન્સ વાન પૂરઝડપે આવી હતી અને વૃદ્ધને જોરદાર ટક્કર મારતાં પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

વૃદ્ધા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.

પુત્રને જાણ થતાં હોસ્પિટલ દોડી ગયો
અકસ્માત થતાં એમ્બ્યુલન્સચાલક વૃદ્ધને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ બાબતે ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર દીપને જાણ થતાં તે પણ હોસ્પિટલ દોડી ગયો હતો. જોકે આ દરમિયાન એમ્બ્યુલન્સચાલક એમ્બ્યુલન્સ લઈને ત્યાંથી જતો રહ્યો હતો.

એકાએક એમ્બ્યુલન્સ સ્પીડમાં આવી.

એકાએક એમ્બ્યુલન્સ સ્પીડમાં આવી.

વૃદ્ધનું આજે સારવાર દરમયિાન મોત
સારવાર દરમિયાન આજે વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાબતે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પંચમહાલ પાસિંગની પરમાર નટવરલાલ ડાહ્યાભાઈની હતી. એનું ફિટનેસ સર્ટિફિકેટ ગત વર્ષે 23 માર્ચે પૂરું થઈ ગયું હતું. આ ઉપરાંત એની ઇન્શ્યોરન્સ પોલિસી પણ ગત વર્ષે 4 માર્ચે પૂરી થઈ ગઈ હતી.

વૃદ્ધને ટક્કર મારતાં પાંચ ફૂટ જેટલા ઉપર ઊછળ્યા.

વૃદ્ધને ટક્કર મારતાં પાંચ ફૂટ જેટલા ઉપર ઊછળ્યા.

RTOમાં શહેરની 937 એમ્બ્યુલન્સ રજિસ્ટર
વડોદરા શહેરમાં દરેક ખાનગી હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ હોય છે. આ ઉપરાંત સરકારી 108 એમ્બ્યુલન્સ પણ છે. આરટીઓમાં શહેરની 937 એમ્બ્યુલન્સ રજિસ્ટર છે. ભૂતકાળમાં એમ્બ્યુલન્સની આડમાં ચાલતા ગોરખધંધોનો પર્દાફાર્શ થયો હતો. 2 વર્ષ પહેલાં નવસારીમાં એમ્બ્યુલન્સની આડમાં દારૂ લઈ જવાતો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો.

દૂર જઈને પટકાતાં ગંભીર ઈજા પહોંચી હતી.

દૂર જઈને પટકાતાં ગંભીર ઈજા પહોંચી હતી.

દર બે વર્ષી ફિટનેશ સર્ટિ. લેવાની જોગવાઈ
આરટીઓનાં ધારા-ધોરણ પ્રમાણે જો એમ્બ્યુલન્સ વેનને 8 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો દર વર્ષે એનું ફિટનેસ સર્ટિ લેવું જરૂરી છે. જો એમ્બ્યુલન્સને 8 વર્ષ નથી થયાં તો દર 2 વર્ષે એનું ફિટનેસ સર્ટિય લેવાની જોગવાઈ છે. આ ઉપરાંત વાહને એમ્બ્યુલન્સ પ્રકારમાં રજિસ્ટર કરાવવાનું રહે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!