GUJARAT

નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ: મહિલા સુરક્ષા માટેના ફીડ કેમેરાનો દુરુપયોગ, લોકોએ બટન દબાવી પોલીસ 5 મિનિટમાં આવે છે કે નહીં તે ચેક કરવા મજાક બનાવી દીધાં – Ahmedabad News


ચિંતન રાવલ નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ શહેર પોલીસે મહિલાઓ, સિનિયર સિટીઝન અને બાળકોની સુરક્ષા માટે અલગ અલગ 160 જગ્યાએ ફીડ કેમેરા મૂક્યા છે. પરંતુ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. ફીડ કેમેરાનું બટન દબાવવાથી પોલીસ 3થી 5 મિનિટમાં આવે છે કે નહીં તે ચેક કરે છે

.

ફીડ કેમેરા એટલે કે વીડિયો બોક્સ જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સોફ્ટવેરના આધારે ઓપરેટ થાય છે તે લગાવાયા છે. શહેરમાં કુલ 205 કેમેરા લગાવવામાં આવવાના છે, જે પૈકી 160 કેમેરા હાલ લાગી ગયા છે. જે કેમેરા હાઈ રિઝોલ્યુશન અને સેન્સર આધારિત છે. આ બોક્સમાં મદદ માંગનારેે એક લાલ બટન દબાવવાનું રહેશે અને તુરંત જ સામેથી પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરા એક્ટિવ થઈ જશે અને બટન દબાવનારના વિઝ્યુઅલ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે.

સાથે જ ટુ વે કોમ્યુનિકેશન એટલે પોલીસ અને મદદ માગનાર બંને એક બીજા સાથે વાત કરી શકશે. બટન દબાવવાની સાથે જ કંટ્રોલ રૂમથી જે જગ્યાએ બટન દબાયુ હોય તેની આસપાસ રહેલ 181, શી ટીમ, પોલીસની વાન જે નજીક હોય તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જશે. આ મામલે જોઇન્ટ પોલીસ કમિશનર અને નિર્ભયા પ્રોજેક્ટના નોડલ ઓફિસર અજય ચૌધરીએ જણાવ્યું કે, રોજ સરેરાશ 50 થી 60 વખત ફીડ કેમેરાનું લાલ બટન દબાવી રહ્યા છે અને તપાસ છે કે પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી કે કેમ? પીસીઆર વાનને માહિતી મોકલતા પોલીસ 3થી 5 મિનિટમાં પહોંચી ગઈ હતી.

ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ માટે પોલીસ કમિશનર કચેરીમાં કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ખાસ ટ્રેનિંગ લીધેલા 180થી વધુ પોલીસ કર્મચારીઓ 24 કલાક મોનિટરિંગ કરી રહ્યા છે. ફીડ કેમેરાથી કોઈ પણ મદદ માગનારની નજીકમાં હોય તેવી પીસીઆરવાન, શી ટીમ, 181 ની ટીમને જાણ કરાય છે. જેથી તેઓ જલ્દીમાં જલ્દી મદદ માંગનાર સુધી પહોંચી શકે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!