GUJARAT

હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો: કાલુપુર રેલવે સ્ટેશન બહાર નો પાર્કિગમાં વાહન પાર્ક કરવા બદલ 300ની લાંચ લેતા ઝડપાયો – Ahmedabad News

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સિગ્નલ પર લોકોને નિયમોના ભંગ બદલ ઊભા રાખવામાં આવે છે તેમાંથી અનેક પોઇન્ટ પર મસમોટી દંડની રકમ કહીને લાંચ લઈને વાહન ચાલકને છોડી દેવામાં આવે છે આ અંગેની ACB ને ફરિયાદ મળતા ACB દ્વારા એક ડીકોય ગોઠવવામાં આવી હતી જેમાં

.

ACB ને ફરિયાદ મળી હતી કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ,પિયુસી,હેલ્મેટ,રોંગ સાઇડ,નો પાર્કિંગ વગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકોને રોકીને મેમો નહિ આપવા બદલ 500 રૂપિયાથી 1500 રૂપિયાના સુધીની લાંચ માંગવામાં આવે છે.આ માહિતીના આધારે ACB એ શહેરના અતિ વ્યસ્ત એવા કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર ડિકોય ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોક પટણીએ ડિકોયર પાસે વાહન નો પાર્કિંગમાં મૂક્યું હોવાની જણાવી મેમો આપવા જણાવ્યું હતું ત્યારબાદ મેમો ના આપવા બદલ 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.રકઝકના અંતે 300 રૂપિયા આપવાની નક્કી કર્યું હતું.આ 300 રૂપિયાની લાંચ લેતો અશોક પટણી ઈનગેટની બહાર જ ઝડપાઈ ગયો હતો.ACB એ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.આ તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલના સિનિયર અધિકારીઓના નામ ખૂલે તો નવાઈ નહિ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!