વડોદરા ક્રાઈમ ન્યૂઝ: બાપોદ પોલીસે મઘ્ય પ્રદેશના શખ્સને આજવા ચોકડી પાસેથી દારુ સાથે ઝડપી પાડયો – Vadodara News
વડોદરા શહેર પોલીસ દ્વાર સતત પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ગતરોજ બાપોદ પોલીસે બાતમીના આધારે આજવા ચોકડી રાત્રી બજાર પાસે ઉભેલ મધ્ય પ્રદેશનો એક ઈસમ શંકાસ્પદ લાગતા પોલીસ કોન્સ્ટેબલ જયરામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહે બાતમીના
.
ગુજરાત હાઇકોર્ટના ખાંડપીઠે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ.વિરૂધ્ધ કોન્ટેમ્પ્ટ મામલે નોટિસ ઇશ્યુ કરી
વડોદરા પાલીકાના કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયા વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ સંદર્ભે સુપ્રીમ કોર્ટની આદેશની અવગણના કરી ખોટી રીતે ધરપકડ કરવા સામે કોર્પોરેટર અલ્પેશ લીમ્બચિયાએ ગુજરાત હાઇકોર્ટમા કોન્ટેમ્પ્ટ અરજી ગુજારતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચમા નોંધાયેલ ફરિયાદ સંદર્ભે સરકારને પો.સ.ઈ. કલ્પેશ જે.વસાવા અને ધવલસિંહ રણજીતસિંહ રાઠોડ વિરુદ્ધ નોટિસ ઈશ્યુ કરી છે. બદનક્ષી તથા ધમકીની ફરિયાદ બાબતે ક્રાઇમ બ્રાંચે ગત તા.22.07.2023ના રોજ ગુનો નોંધ્યો હતો. ગુનામાં કરેલ આક્ષેપોમાં કોઇ કલમ સાત વર્ષ કરતા વધુ સજાની કલમના હોવાથી સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ આરોપીને નોટિસ આપવી જરૂરી હતી. પરંતુ પોલીસે તેવી કોઇ નોટિસ આપ્યા વગર રાત્રીના 12:30 વાગે અલ્પેશ લિમ્બચિયાની ધરપકડ કરી હતી. પોતાની ગેરકાયદેસર અટકાયત સંદર્ભે અલ્પેશ લીમ્બચિયાએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી ધરપકડની કાર્યવાહીને પડકારી હતી જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ખંડપીઠ સમક્ષ થતાં મામલાની ગંભીરતા ધ્યાને લઇ નોટિસ ઇશ્યૂ કરવાનો હુક્મ કરેલ છે.
જામીન લઇ ફરાર ઠનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
એમબીબીએસના ગુનામાં સંડોવાયેલ અને વડોદરા જેલમાંથી વચગાળાના જામીન મેળવી પરાત હાજર ન થનાર ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ઝડપાયેલા આરોપી શાહનવાઝ ઉર્ફે સોનું સાનું સલીમભાઈ શેખને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.