GUJARAT

ઇકોમાંથી વિદેશી દારુ જપ્ત: હિંમતનગરના સહકારી જીન ચાર રસ્તેથી ઇકોમાંથી 204 બોટલ વિદેશી દારુ સાથે બે શખસને ઝડપી લીધા – sabarkantha (Himatnagar) News


સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં રોડ પરથી આજે LCB બાતમી આધારે ઇકોમાંથી 204 બોટલ વિદેશી દારુ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. હિંમતનગર એડિવિઝન પોલીસ સ્ટેશમાં ચાર સામે ગુનો નોંધાયો હતો.

.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા એલસીબી PSI ડી.સી.પરમાર સાથે ટીમ હિંમતનગર એડિવિઝન પોલીસ સ્ટેશનમાં મંગળવારે સાંજે પેટ્રોલીંગમાં હતી. બાતમી મળી હતી કે ઇકો ગાડી નં GJ.09.BK.7394માં શામળાજીથી ગાંભોઈથી હિંમતનગર થઈને અમદાવાદ જઈ રહ્યો છે. જેને લઈને સહકારી જીન ચાર રસ્તે એલસીબી ટીમે નાકાબંધી કરી દીધી હતી.

દરમિયાન બાતમીવાળી GJ.09.BK.7394 ઇકો ગાડી આવતા રોકી તેમાં તપાસ કરતા વિદેશી દારૂની 204 બોટલ, ઇકો ગાડી, બે મોબાઈલ રૂ 10,000 મળી કુલ રૂ 3,02,300નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈને ઝડપાયેલ બે આરોપીઓ સહિત ચાર સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલા આરોપી
1.કાન્તિલાલ રામલાલ પટેલ (ઉં.વ.40 ભાણધા પટેલ ફળી,તા.ખેરવાડા,જી.ઉદેપુર,રાજસ્થાન)
2.રામલાલ શંકરલાલ ડામોર (ઉં.વ.21 ,રોબીયા,પો.સુંદરા,તા.ખેરવાડા,જી.ઉદેપુર,રાજસ્થાન)

પકડવાના બાકી
1.કાગદાર ગામ ખેરવાડા તાલુકાનો અજાણ્યો ઇસમ (દારુ ભરી આપનાર)
2.મહેશ મીણા-ગોતા,અમદાવાદ (માળ મંગાવનાર)



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!