GUJARAT

ભારતમાં પહેલો જર્મનબેઝ ટેક્નોલોજીનો વોટર પ્લાન્ટ: સુરતમાં સિરામિક મેમ્બ્રેન સાથે એક્ટિવેટેડ કાર્બન સાથેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, 16 લાખ લોકોને કલર-દુર્ગંધમુક્ત પાણી મળશે – Surat News


સુરતમાં ભારતનો પહેલો જર્મનબેઝ ટેક્નોલોજીથી વોટર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. આ પ્લાન્ટના નિર્માણ બાદ શહેરના 16 લાખથી વધુ નાગરિકોને કલર અને દુર્ગંધમુક્ત શુદ્ધ પાણી મળશે. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સિરામિક મેમ્બ્રેન સાથે એક્ટિવેટેડ કાર્બનથી બનાવવામાં આવશ

.

દેશનો આ પહેલો પ્રોજેક્ટ થશેઃ કૃણાલ સેલર
આ મામલે પાણી સમિતિના ઉપપ્રમુખ કૃણાલ સેલરે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મનબેઝ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક્ટિવેટેડ કાર્બન સહિત સિરામિક બેઝ મેમ્બ્રેન ટેક્નોલોજીવાળો ભારતનો-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. આ પ્રકલ્પના સાકાર થવાથી દૈનિક લગભગ 16 લાખ જેટલા લોકોને શુદ્ધ પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ થશે. સિરામિક મેમ્બ્રેન ફિલ્ટરેશન ટેક્નોલોજીનો હેતુ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત પીવાના પાણીના યુ.એસ અને યુરોપિયન યુનિયનની માર્ગદર્શિકા અનુસાર કડક અને નવીનતમ ધોરણોને હાંસલ કરવાનો છે. સદર એડવાન્સ મેમ્બ્રેન ટેક્નોલોજી, રો-વોટરમાં રહેલ સસ્પેન્ડેડ સોલિડના વધુ લોડની સામે પૂરની પરિસ્થિતિમાં પણ સારું રિઝલ્ટ આપી શકે તેમ છે. નદીના પાણી અને દરિયાના પાણી કોઈ પણ અશુદ્ધિ સામે કાયમી રીતે શુદ્ધ પાણી પૂરું પાડી શકે છે. સાથે 99% ડિગ્રી સેલ્સિયસ જેવા ગરમ પાણીને પણ શુદ્ધ કરી શકાય તેમ છે. સિરામિક મેમ્બ્રેન નબળું પડતું નથી અને તેની લાઈફ સ્પાનમાં એક સરખી ગુણવતાથી કાર્ય કરે છે.

16 લાખ જેટલા લોકોને શુદ્ધ પીવા યોગ્ય પાણી મળશે.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડમાં મોડિફિકેશન થશે
સુરત મહાનગરપાલિકા લોકોને વધુ પ્રમાણમાં પાણી મળે તેના માટેનું આયોજન કરવા જઈ રહી છે. તેના કારણે હાલ રાંદેરાના અઠવા ઝોનમાં કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના રાંદેર વોટર વર્ક્સ ખાતે હયાત 250+50=250 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જે પૈકી 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડમાં મોડિફિકેશન કરી સિરામિક મેમ્બ્રેન આધારિત ફિલ્ટર બેડ તૈયાર કરી ક્ષમતા વધારી 160 એમ.એલ.ડી. કરવામાં આવનાર છે. જે માટે 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તા.01/07/2024થી 15/11/2024 સુધી આંશિક શટડાઉન લેવામાં આવ્યું છે. જેથી રાંદેર વોટર વર્ક્સ ખાતે પાણીનું ઓછું ઉત્પાદન થનાર છે.

ગંદા પાણીનું પણ શુદ્ધીકરણ થઈ શકશે.

ગંદા પાણીનું પણ શુદ્ધીકરણ થઈ શકશે.

શટડાઉનથી કયા કયા વિસ્તારને અસર?
અઠવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન મારફત અપાતા સિટીલાઇટ રોડ, ન્યુ સિટી લાઈટ રોડ (પાર્ટ), પીપલોદ ગામ, ઉમરા ગામતળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એસ.વી.એન.આઈ.ટી. કેમ્પસ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે 08:30થી 12:00 કલાકના સપ્લાય સમયમાં ફેરફાર કરી સાંજે 09:00થી 09:15 કલાક દરમિયાન આપવામાં આવી રહ્યું છે. શટડાઉનના સમયગાળા દરમિયાન રાંદેર વારીગૃહથી પાણી પુરવઠો આપવામાં આવતા રાંદેર અને અઠવા ઝોન સંલગ્ન તમામ વિસ્તારમાં પાણી પુરવઠો સંયમપૂર્વક ઉપયોગ કરવા શહેરીજનોને વિનંતી કરવામાં આવી હતી. પાણીની અછત ઊભી થાય તેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાથી કોર્પોરેશને પહેલાંથી જ લોકોને સંયમિત રીતે પાણીનો વપરાશ કરવા માટે સલાહ આપી હતી.

લોકોને દુર્ગંધયુક્ત પાણીથી છુટકારો મળશે.

લોકોને દુર્ગંધયુક્ત પાણીથી છુટકારો મળશે.

  • 160 એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

પ્રોજેકટની જરૂરિયાત અને ઉપયોગિતા

  1. સુરત મહાનગરપાલિકા દ્વારા સિરામિક મેમ્બ્રેન સાથે એક્ટિવેટેડ કાર્બન સાથેનો ભારતનો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની પહેલ કરી છે.
  2. પર્યાવરણમાં રહેલ Per-and Polyfluroalkyl Substance (PFAS) જે મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં blovaccumulate થઈ શકે, જેથી મનુષ્ય અને પ્રાણીઓ ઉપર ઝેરી અસર થાય છે.
  3. PFASનું વિઘટન થતા ઘણો લાંબો સમય થાય છે અને માનવ શરીર પણ તેને વિઘટન કરવામાં સારું કામ કરતું નથી.
  4. PFAS હોર્મોન સ્તરો, યકૃત, થાઈરોઈડ અને સ્વાદુપિંડના કાર્યમાં ફેરફાર કરી શકે. ગર્ભમાં રહેલ બાળક અને નાનાં બાળકોના વિકાસને અસર કરી શકે છે અને બાળકોની સંભવિત વૃદ્ધિ, શીખવાની આવડત, વર્તન સંબંધી સમસ્યાઓ તરફ દોરી જાય છે. તે કેન્સર, રોગપ્રતિકારક તંત્રની વિકૃતિઓ અને પ્રજનન સમસ્યાઓને પણ અસર કરી શકે છે.
  5. મેમ્બરેઈન બેઝ ફિલ્ટરેશન ટેક્નોલોજી મારફત 90% જેટલો Transparent Exopolymer Particles (TEP), 88% જેટલો colloidal/dissolved fraction દુર કરી શકાય તેમ છે. તથા Per and Polyfluroalkyl Substance (PFAS) & Trihalomethanes (THM) અસરકારક રીતે દૂર કરી શકે તેમ છે.
  6. રાંદેર વોટર વર્કસ ખાતેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નવસાધ્યકરણ બાદ કુલ 360 એમ.એલ.ડી. ક્ષમતાએ કાર્યરત થયા બાદ અઠવા, ખટોદરા, રાજેશ્રી જળવિતરણ મથક, જોગાણી નગર, પાલ જળવિતરણ મથક, રાંદેર વોટર વર્ક્સ નવું બુસ્ટર (રાંદેર ગામતળ) ખાતે પાણી પુરવઠો પૂરો પાડવાનું આયોજન છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!