GUJARAT

15 સેકન્ડમાં જ પ્રાણપંખેરું ઊડી ગયું, CCTV: રાજકોટના નાનામવા રોડ પર ટૂ-વ્હીલર લઈને જતી કોલેજિયન યુવતીને પાણીમાંથી શોક લાગતાં ઢળી પડી – Rajkot News


રાજકોટમાં મંગળવારે (16 જુલાઈ) આવેલા બે ઇંચ વરસાદમાં શહેર પાણી-પાણી થઇ ગયું હતું. જેમાં નાનામવા રોડ પર વરસાદી પાણી ભરાયાં હોવાથી વાહન લઈને જતી 22 વર્ષીય યુવતી સ્ટ્રીટ લાઇટ પોલમાં અથડાતાં રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી વીજ શોક લાગતાં તે સ્થળ પર જ ઢળી પડ

.

વીજપોલમાંથી કરંટ લાગતાં યુવતી ઢળી પડી
હરિદ્વાર હાઇટ્સ બી વિંગમાં રહેતી નિરાલી વિનોદભાઈ કુકડિયા (ઉં.વ.22) નામની કોલેજિયન યુવતી મંગળવારે રાત્રિના 8 વાગ્યા આસપાસ ચાલુ વરસાદે પોતાનું ટૂ-વ્હીલર લઈને જતી હતી. ત્યારે નાનામવા રોડ નજીક આવેલી સત્યસાંઈ હોસ્પિટલ પાસેથી પસાર થતા સમયે તેની સાથે અકસ્માત સર્જાયો હતો. નજીકમાં રોડ પર પહોંચતાં ત્યાં વીજપોલ હોવાથી અને પાણીમાં ચાલુ વીજ વાયરમાંથી યુવતીને કરંટ લાગતાં તે બેભાન થઈ ઢળી પડી હતી. બનાવને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ જતાં તેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

તંત્રની બેદરકારીએ યુવતીનો ભોગ લીધો.

પરિવાર હોસ્પિટલ દોડી ગયો
બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક નિરાલીની ફાઈલ તસવીર.

મૃતક નિરાલીની ફાઈલ તસવીર.

‘બહેનનો પગ ફૂટપાથ પર આવ્યો ને અચાનક શોક લાગ્યો’
પ્રત્યક્ષ દર્શી નવનીતભાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે બે ઇંચ વરસાદમાં ગોઠણ ડૂબી પાણી ભરાઈ ગયા હતા. રાત્રિનો સમય હતો, બધા ઓફિસથી ઘરે જતા હોય એટલે ટ્રાફિક પણ જામ હતો. દરમિયાન એ બહેનનો પગ ફૂટપાથ પર આવ્યો ને અચાનક તેને શોક લાગ્યો હતો. અમે એમને બચાવવાના પ્રયત્ન પણ કર્યા હતા. એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તેઓનું અવસાન થયું છે, એ સાંભળી અમને પણ દુઃખ થયું છે.

ઘટના નજરે જોનારા નવનીતભાઈ.

ઘટના નજરે જોનારા નવનીતભાઈ.

સ્ટ્રીટ લાઇટ વિભાગને મેટરની સૂચના
રાજકોટ મનપાના મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, આ જે દુર્ઘટના બની તે દુઃખદ છે, પરંતુ રાજકોટ મનપાના સ્ટ્રીટ લાઇટ વિભાગને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આખા રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ખુલ્લા વીજ વાયર હોય અથવા બદલવાની કે રિપેર કરવાની જરૂર હોય તેનું કામ તાત્કાલિક કરવામાં આવે. ફરી કોઈ દુર્ઘટના ન બને તે માટે વિભાગને સૂચના આપવામાં આવી છે.

નયના પેઢડિયા, રાજકોટ મેયર.

નયના પેઢડિયા, રાજકોટ મેયર.

‘કામગીરીમાં ક્યાંક ચૂક રહી ગઈ હોઈ શકે છે’
ઉલ્લેખનીય છે કે, ચોમાસા પૂર્વે મેઇન્ટેનન્સ કામગીરી કરવાની અનિવાર્ય હોય છે, પરંતુ આ વખતે આ કામગીરમાં ક્યાંક ચૂક રહી ગઈ હોઇ શકે. આ કારણે જ આ દુર્ઘટના સર્જાઈ અને એક યુવતીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

અકસ્માતનું સ્થળ.

અકસ્માતનું સ્થળ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!