GUJARAT

ખાનગી ટ્રાવેલ્સ બસ અને બાઈક વચ્ચે અકસ્માત: ઉનાના લામધાર ગામના પાટીયા પાસે બાયપાસ રોડ પર અક્સ્માત સર્જાયો, બાઈક ચાલકને ઇજા પહોંચી – Una News


ઉના શહેરના બાયપાસ રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

.

ઉના-વેરાવળ હાઇવે પર આવેલ લામધાર ગામના પાટીયા પાસે ઉના બાયપાસ રોડ જે ખાનગી ટ્રાવેલ્સ પોતાની સાઈડમાં જઈ રહી હતી. ત્યારે ઉના શહેર તરફ આવતા રસ્તા પર એક બાઈકચાલકે બસને જોયા વગરજ પોતાનું વાહન લઇ અચાનક રસ્તો ક્રોસ કરતા બસના અડફેટે આવતાં અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે ઉના હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ખાનગી ટ્રાવેલ્સમાં લગાવેલ કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક રોડ ઉપર બસ આવતી હોવા છતાં લાપરવાહીથી બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. એ ઘટના સ્થળ પર અન્ય વાહન પણ ઉભા હતા. જે વીડિયોમાં કેદ થયો છે.

જોકે ઉના બાયપાસ રોડ પર જે નાના મોટા વાહનોને ઉના શહેરમાં પ્રવેશ કરવા માટે જીવના જોખમે હાઈવે ક્રોસ કરવો પડે છે. જેથી આ બાયપાસ પાસે તંત્ર દ્વારા સર્વિસ રોડ તેમજ અંડરબ્રીજ અથવા અન્ય કોઈ વ્યવસ્થા વાહન ચાલકો માટે કરવામાં આવે તો આવા ગંભીર અકસ્માતો થતા અટકી શકે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!