GUJARAT

સુરતમાં ST બસે વધુ એકનો ભોગ લીધો: BRTS રૂટમાં ચાલીને જતાં યુવકને અડફેટે લીધો, માથા પરથી ટાયર ફરી વળતાં આખું માથું છુંદાઈ ગયું – Surat News

સુરતમાં એસટી બસ દ્વારા વધુ એક યુવકનો ભોગ લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે સ્મીમેર હોસ્પિટલના ગેટની સામે બીઆરટીએસ રૂટમાં એક એસટી બસે યુવકને લીધો હતો. બસનું ટાયર યુવકના માથા પરથી ફરી વળતા આખું માથું છુંદાઈ ગયું હતું, જેથી તેનું ઘટ

.

બસે ચાલીને જતા યુવકને અડફેટે લીધો
મળતી માહિતી પ્રમાણે, ઝાલોદથી સોનગઢ જતી એસટી બસ આજે સરદાર માર્કેટ થઈને સહારા દરવાજા તરફ જઈ રહી હતી. દરમિયાન હોસ્પિટલની સામે એસટી બસના ચાલકે બસને બીઆરટીએસ રૂટમાં ચલાવી હતી. દરમિયાન એક ચાલતા જતા યુવકને આ બસચાલકે અડફેટે લીધો હતો. બસની અડફેટે આવેલો યુવક નીચે ફટકાઈ જતા બસનું ટાયર તેના માથે ફરી વળ્યું હતું.

યુવકનું ઘટનાસ્થળે જ મોત
બસની નીચે આવી જતા યુવકનું માથું છુંદાઈ ગયું હતું, જેથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. એસટી બસના અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસે આ મામલે યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ચાલક બસ મૂકીને ફરાર
વરાછા ખાંડ બજાર ખાતે આવેલું ગરનાળુ રિપેરિંગ હોવાના કારણે બંધ કરવામાં આવ્યું છે. જેથી આજે તમામ વાહનો બોમ્બે માર્કેટથી સહારા દરવાજા તરફ આવી રહ્યા છે. જેને પગલે સહારા દરવાજા તરફના ગરનાળા પાસે ટ્રાફિક જામ સર્જાયેલો છે. દરમિયાન આ એસટી બસના ચાલકે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ તે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!