GUJARAT

ડુમસ દરિયામાં કોઈએ ન્હાવા પડવું નહીં: કોઈ અણબનાવ ના બને તે માટે દરિયા કિનારા પર પોલીસની બાજ નજર, છતાં કોઈ ન્હાવા પડ્યું તો કાર્યવાહી થશે – Surat News

સુરતના ડુમસ ગણેશ અને ગોલ્ડન બીચ પર કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાવા ના પડે તેમજ કોઈ અણબનાવ ના બને તે હેતુસર પૂર્વ તકેદારીના ભાગરૂપે જાહેર ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરત શહેરમાં આવેલા જાહેર નદી-તળાવો, નહેરો, દરિયા કિન

.

ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.
સુરતના ડુમસ બીચ ખાતે વિકેન્ડ તેમજ વાર તહેવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને કેટલાક લોકો દરિયામાં ન્હાવા પણ પડતા હોય છે ત્યારે કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસ દ્વારા હવે ચેતવણીના બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અહીં પેટ્રોલિંગ તેમજ ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.

જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી થશે
ડુમસ દરિયા ગણેશ અને ગોલ્ડન બીચ પર પૂર્વ તકેદારીના ભાગરૂપે ગુજરાતી-હિન્દી ભાષામાં જાહેર ચેતવણી બોર્ડ લગાવવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે, દરિયામાં ન્હાવું અતિ જોખમકારક હોય તેમજ અગાઉ પણ દરિયામાં ડૂબી જવાના બનાવો બનેલ હોય જેથી કોઈએ દરિયામાં ન્હાવા પડવું નહીં, નહીંતર જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

5 ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ છે
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ સુરતના ડુમસ દરિયા કિનારે જાહેરનામાંની સુચનાને અવગણીને ન્હાવા પડેલા 5 શખસ વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી ડુમસ પોલીસે કરી હતી. જે ડુમસ વિસ્તારમાં ફરવા માટે આવતા અન્ય સહેલાણીઓ માટે પણ સંદેશા રૂપ છે. તેમજ ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ, ગોલ્ડન બીચ તેમજ નદી-કાંઠા અને ઓવારા વિસ્તારમાં આવેલા અન્ય સનસેટ પોઈન્ટની જગ્યાઓ ઉપર ચેતવણી બોર્ડ લગાડવાની કાર્યવાહી કરવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!