GUJARAT

શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના: સુરતમાં સાર્વજનિક હાઈસ્કુલના શિક્ષક દ્વારા 15 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી, વોટ્સએપ ઉપર અભદ્ર મેસેજ મોકલી જાતીય માંગણી કરતો – Surat News

સુરતમાં લિંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલી સાર્વજનિક હાઈસ્કુલના શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી. શિક્ષકે વ્હોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલી જાતીય માંગણી કરતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલ તો આ મામલે શિક્ષક વિરૂદ્ધ છે

.

શિક્ષકે 15 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત વિસ્તારમાં 15 વર્ષીય વિદ્યાર્થિની માતા સાથે રહે છે. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. નીલગીરી સર્કલ પાસે આવેલ એ.યુ. પાટીલ સાર્વજનિક હાઈસ્કુલમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. શિક્ષક વત્સલ સામે તેની સ્કુલમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોધાઈ છે.

વ્હોટ્સએપ પર વારંવાર અભદ્ર મેસેજ કરતો
શિક્ષક દ્વારા વ્હોટ્સએપમાં મેસેજ કરીને અભદ્ર માંગણી કરવામાં આવી રહી હતી. સગીર વિદ્યાર્થીનીના પરિવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી વત્સલે તેની દીકરીના વ્હોટ્સએપ પર વારંવાર સંર્પક કરી અભદ્ર મેસેજ કરતો હતો. મિત્રતા રાખી જાતીય માંગણી કરતો હતો. પોલીસે વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદ લઈ શિક્ષક વસ્તલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
રઈશા શેખ(સામાજિક અગ્રણી)એ જણાવ્યું હતું કે, સાર્વજનિક સ્કૂલમાં બનાવ બન્યો છે. ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જાણ કરી હતી કે, મારા સાથે મારા શિક્ષક અશ્લિલ ચેટિંગ કરી રહ્યા છે. આ આખી ચેટિંગ વાંચી હતી અને ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુરૂઓ અને શિક્ષકો વિદ્યાર્થિની સાથે આવી ચેટિંગ કરે તે યોગ્ય ન કહેવાય. શિક્ષકો આવી હરકત બીજા સાથે ન કરે તે માટે ફરિયાદ નોંધાવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!