GUJARAT

અગ્નિકાંડની જ્વાળા સંગઠનના માળખાને દઝાડશે: રાજકોટ ભાજપમાં શું ધરમૂળથી ફેરફાર આવશે? પરિણામ પછી ગોઠવાતો તખતો, કંઈકને રેલો આવશે – Rajkot News


રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અનેક અધિકારીના ભોગ લેવાયા, પણ આ બધાની પાછળ રાજકીય પીઠબળ કોનું છે એ હજુ સુધી SIT કે પોલીસ શોધી શકી નથી. ત્યારે એક વાતની ભારે ચર્ચા છે કે, ભાજપનું સંગઠન નિષ્ફળ રહ્યું છે. પૂર્વ સંગઠન હોય કે વર્તમાન સંગઠન, અનેક નામો આમાં

.

શું ઉપરથી કહેવાશે રાજીનામું ધરી દ્યો
અગ્નિકાંડની ઘટનાને લઈ કેટલાક નેતાઓ સામેથી રાજીનામું આપે તો પણ નવાઈ નહીં અથવા ઉપરથી કહેવામાં આવશે કે, રાજીનામું ધરી દ્યો. પરંતુ હાલ ચૂંટણીના પરિણામને ગણતરીની કલાકો જ બાકી છે ત્યાં સુધી પ્રદેશ લેવલે મૌન છે. પરંતુ ધાર્યાં પરિણામો આવ્યા બાદ ચોક્કસપણે રાજકોટના સંગઠનમાં પાયામાંથી ફેરફારો આવે તો નવાઈ નહીં.. લેટર બોમ્બની વાત કરીએ તો સાગઠિયા અને પૂર્વ કોર્પોરેટરે એક લેટર પણ લખ્યો હતો. જેમાં પૂર્વ મેયર, પૂર્વ શહેર પ્રમુખનાં નામો પણ લખ્યાં છે. શું ગેમ ઝોનની મંજૂરી ફાયર સ્ટેશનના અધિકારીઓના હાથમાં જ હતી? શું કોઈ રાજકારણીની ભલામણ નહોતી? જેવા મોટા સવાલો ઊઠ્યા છે. શું સાગઠિયા કઈ રીતે કામકાજ કરતો તે માત્ર અધિકારીઓને ખબર હતી? શું શહેરના સંગઠનમાં અથવા કોઈ નેતા, કોર્પોરેટર કે કોઈ રાજકીય આગેવાનને ખબર નહોતી તે પણ વાત કોઈને ગળે ઊતરતી નથી.

25 મેની કાળમુખી સાંજે વિકરાળ આગમાં 27 જિંદગી ઓલવાઈ
25 મેને શનિવારે લોકો વિકેન્ડનો આનંદ માણવા પ્લાનિંગ કરી રહ્યા હતા. ત્યારે બરાબર સાંજે 5 વાગ્યા આસપાસ નાનામોવા નજીક આવેલા TRP ઝોનમાં આગ લાગ્યાની વાત સામે આવી હતી. તેમજ જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે કોણ, કોને બચાવે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે, ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી અંદાજે 2 કલાકમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવી ત્યાં સુધી 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. સમગ્ર મામલે સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશો અપાતા 7 અધિકારી સસ્પેન્ડ, 4ની ધરપકડ અને 4ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી.

રાજકોટ માટે આ વર્ષની સૌથી દુઃખદ ઘટના
એકંદરે એમ કહીએ કે 25 મેને શનિવારથી 1 જૂનને શનિવાર સુધીનું એક સપ્તાહ રાજકોટ માટે અત્યંત ભારે રહ્યું હતું. આ દુર્ઘટના બન્યા બાદ ત્યાંનાં દૃશ્યો એટલાં બિહામણાં હતાં કે, લોકો હજુ તેને ભૂલી શક્યા નથી અને જેવી આંખ બંધ કરે તેની નજર સમક્ષ એ દિવસનાં દૃશ્યો જ સામે આવી રહ્યાં છે. એક બાદ એક ભડથું થયેલા મૃતદેહ બહાર નીકળ્યા તેની તસવીરો અને વીડિયો જોઈને હજુ પણ રાજકોટ દુ:ખમાં ગરકાવ છે. જ્યારે આસપાસના અમુક વિસ્તારોમાં તો દુઃખની સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ સ્થળની આસપાસ પોલીસે બેરિકેડ લગાવી દીધા છે અને અહીંથી પસાર થનારા લોકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ જાણે હમણાં જ આ દુર્ઘટના બની હોય તેવાં દૃશ્યો હાલ જોવા મળી રહ્યાં છે.

કેવી રીતે આગ લાગી તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા

કેવી રીતે આગ લાગી તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા

સપ્તાહ પહેલાં રોડ પર ટ્રાફિક હવે આંશિક અવરજવર
TRP ગેમ ઝોનથી અંદાજે 400 મીટર દૂર દાળ-પકવાનની લારી ચલાવતા જય રાઠોડે જણાવ્યું કે, 25 મેને શનિવારે દુર્ઘટના બની હતી. જો કે, આજે પણ ભારે ગમગીની અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દુર્ઘટના પહેલાં આ રોડ પર સતત ટ્રાફિક જોવા મળતો હતો. જો કે, છેલ્લા દિવસોમાં લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. અગાઉ યુવાવર્ગ મોટી સંખ્યામાં આ રસ્તા ઉપરથી પસાર થતો હતો. તેમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. આગની દુર્ઘટના બાદ લોકોમાં આજે પણ ગમગીની અને શોક હોય તેવું લાગી રહ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!