CRIMEGUJARATઅમરેલીગાંધીનગર

જિલ્લામાં તા.૩૦ મે સુધી સભા સરઘસ અને હથિયારબંધી

અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,

જિલ્લામાં તા.૩૦ મે સુધી સભા સરઘસ અને હથિયારબંધી

અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,

અમરેલી તા.૧૭ મે૨૦૨૪ (શુક્રવાર) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧)૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છેજે અમરેલી જિલ્લામાં તા.૩૦ મે૨૦૨૪ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધીછટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાનીલોકોએ બૂમ પાડવાનીગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.  ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે.

 

  • Mr Rakesh Chavda
  • Editer Chef
  • ACNG TV Team

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!