GUJARAT

નીટમાં​​​​​​​ ચીટ: ભરોસાની પરીક્ષામાં NTA નાપાસ – Junagadh News

જયરામ મહેતા
નીટનું તાજેતરમાં જાહેર કરાયેલું પરિણામ વિવાદોનું જનક બન્યું છે. કારણ કે આ વખતની એક્ઝામમાં સૌથી વધુ ગોટાળા, છબરડા અને કૌભાંડ સમયાંતરે બહાર આવતા રહ્યા છે. આથી, આ વર્ષે આ પરીક્ષા આપનારા દેશભરના 23.33 લાખ વિદ્યાર્થી અને તેના વાલીઓના ભરોસાની પરીક્ષામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી સરેઆમ નાપાસ થઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, જામનગર અને ભાવનગર સહિત આખા ગુજરાતમાં પણ આ મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 1563 છાત્રોને સમયનું નુકસાન થયું તો આડેધડ ગ્રેસિંગ માર્ક આપી દીધા અને ક્લેટ 2018ની ફોર્મ્યુલાના આધારે આ માર્ક્સ અપાયા હોવાનો દાવો કર્યો હતો. જોકે, ક્લેટ-2018 મુજબ આમાં આવી રીતે ગ્રેસિંગ માર્ક આપી શકાય નહી. કારણ કે 2018ના પેપરમાં સામે આવેલી ગેરરીતિ મામલે આ ફોર્મ્યુલા દાખલ કરાઈ હતી પણ ક્લેટ 2018 ઓનલાઇન હતી જ્યારે નીટ ઓફલાઇન હતી. ગ્રેસિંગ આપવા જ હતાં તો જે-તે વિદ્યાર્થીને કેટલા સમયનું નુકસાન ગયું છે તેને ધ્યાનમાં રાખી, બાકીના સમયમાં તેણે કેટલા સવાલોના જવાબ આપ્યા અને તેમાંથી તેને આવેલા માર્ક્સની ગણતરી કરીને પછી છૂટી ગયેલા પ્રશ્નોના સરાસરી માર્કસ મુકવા જોઈએ એમ ગુજરાતના તબીબી શિક્ષણવિદો માની રહ્યા છે. નીટમાં ચીટ મુદ્દે શિક્ષણવિદોએ આ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો { જામનગર ઇટ્રાના ડિપાર્ટમેન્ટ ઓફ પંચકર્મના હેડ ડૉ. અનુપ ઠાકરે કહ્યું હતું કે લાખો વિદ્યાર્થીઓ અને તેના વાલીઓનો ભરોસો આ એક્ઝામ સાથે સંકળાયેલો હોય છે. ઓનેસ્ટ સ્ટુડન્ટની કેરિયર ખરાબ ન થાય અને બ્રાઇટ સ્ટુડન્ટ ફ્રસ્ટેટ ન થાય એ માટે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ હોવી જોઈએ.
{ પોરબંદર મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડૉ. સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લેવાવો જોઈએ.
{ અમદાવાદના મેડિકલ એજ્યુકેશન સાથે સંકળાયેલા એક વિશેષજ્ઞે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, 23.33 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી રીતે રમી ન શકાય. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે રી-નીટનું આયોજન કરીને દાખલો બેસાડવો જોઈએ. ગેરરીતિ અને છબરડાની આ વણઝારે
લાખો વિદ્યાર્થીનો વિશ્વાસ તોડ્યો !
આ ઘટના અને નિર્ણયોથી વાતાવરણ ડહોળાયું
{ 1563 છાત્રોને મન ફાવે એમ ગ્રેસીંગ માર્ક્સ આપી દીધા
પરિણામ : કટ ઓફ અવાસ્તવિક હદે ઉંચો આવી ગયો
(2) ગુજરાત સહિત 5 રાજ્યોમાં રેન્ક – 1 મેળવનારા ઘણાના રોલ નંબર આગળ પાછળ જ છે
પરિણામ : અન્યાયની લાગણીથી બ્રાઇટ સ્ટુડન્ટ્સ ફ્રસ્ટેટ થયા
(3) ગોધરા નીટ કૌભાંડમાં લાખો રૂપિયાની લેતી-દેતી, બિહાર સાથે તાર જોડાયેલા હોવાનું ખુલ્યું
પરિણામ : મોટાપાયે ગેરરીતિનો કારસો ઘડાયો હોવાનું સ્પષ્ટ થયું ગોધરા નીટ કૌભાંડમાં NTAની મનમાની : બે વખત મેઈલ કર્યો છતાં માહિતી આપતા જ નથી; અસહયોગના કારણે તપાસ કામગીરી અટવાઈ નીટ દ્વારા વિગતો ન મોકલતા પોલીસની ટીમ દિલ્લી નીટ કચેરી ખાતે મોકલશે ​​​​​​​પ્રતીક સોની | ગોધરા
ગોધરા નીટ કૌભાંડમાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા ગોધરા પોલીસને કોઈ સહકાર આપવામાં ન આવતા તપાસમાં વિલંબ થઈ રહ્યો છે ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીને બે વખત ઇ મેલ કરીને તપાસ માટે જરૂરી માહિતી માર્વવામાં આવી હતી જોકે, એજન્સી દ્વારા કોઈ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવી નથી. ગોધરાના કેસ બાબતે પંચમહાલ પોલીસે એજન્સીને બે વખત મેલ કર્યો હોવા છતાં હજુ સુધી કોઈ માહિતી આપી નથી.
ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડ્યંત્રમાં સામે આવેલા ગુજરાતના 6 વિદ્યાર્થી પૈકી જે વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેઓએ સંતાનોને મેડિકલમાં અભ્યાસ માટે વિદેશ મોકલવા માટે પરશુરામ રોયને વર્ષ 2023માં નાણાં આપ્યાં હતાં અને વિદેશમાં એડમિશન ન મળતાં નાણાં પરત માગતાં પરશુરામે ભારતમાં જ મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપાવવાનું કહ્યું હતું. પરીક્ષામાં ચોરી કરાવવામાં આવશે તે બાબતથી વિદ્યાર્થી અને વાલી બંને અજાણ કેવી રીતે હોઈ શકે? અને અજાણ જ હતા તો પરીક્ષા કેન્દ્ર ગોધરા કેમ પસંદ કરવામાં આવ્યું?
નીટ આરટીઆઇ એક્ટિવિસ્ટ વિવેક પાંડેએ કહ્યું કે ગોધરા સ્થિત પરીક્ષા કેન્દ્રમાં 16 વિદ્યાર્થીને ચોરી કરાવવાની હતી, જે ન થઈ શકી અને તે માટે ગોધરા કેન્દ્રનું પરિણામ ન આવ્યું પણ હરિયાણાના એક પરીક્ષા કેન્દ્રમાં એક સાથે 6 વિદ્યાર્થીએ ટોપ કર્યું છે તો તે પણ તપાસનો વિષય છે કે એક પરીક્ષા કેન્દ્રમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કેવી રીતે ટોપ કર્યું? એ પરીક્ષા કેન્દ્ર પણ ગોધરા જેવી જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી કે શું કે પછી બિહારમાં લીક પેપેર અન્ય રાજયમાં પણ પહોચ્યા હોવાની આશકા સેવાઇ રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!