GUJARAT

બેશરમ ‘ગણેશ ગોંડલ’ની હસતા મોઢે જેલમાં એન્ટ્રી: જૂનાગઢમાં NSUI પ્રમુખનું અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના કેસમાં પોલીસે કરેલી રિમાન્ડની માગણી નામંજૂર, તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા – Junagadh News


જૂનાગઢના NSUI પ્રમુખના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં અંતે પાંચ દિવસે ‘ગણેશ ગોંડલ’ને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. જૂનાગઢ પોલીસે બુધવારે રાત્રિના કોટડાસાંગાણીના હડમતાળા નજીક એક વાડીમાંથી ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેઓન

.

કોટડા સાંગાણીના હડમતાળા પાસે વાડીમાંથી આરોપીઓ ઝડપાયા
જૂનાગઢમાં 30 મેંની રાત્રિના NSUI પ્રમુખ સંજય સોલંકી સાથે વાહન અથડાવા જેવી બાબતે માથાકૂટ કરી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે જૂનાગઢ પોલીસે બે દિવસ પહેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ગણેશ સહિતના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ તમામ આરોપીઓ કોટડાસાંગાણી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે જૂનાગઢ પોલીસે બુધવારે રાત્રિના એક વાડીમાંથી ગણેશ જાડેજા સહિત આઠ શખ્સોને ફોર્ચ્યુનર અને થાર કાર સાથે ઝડપી પાડ્યા હતા.

બુધવારે ઝડપાયેલા આરોપીઓના નામ
ગણેશ જયરાજસિંહ જાડેજા
જશપાલસિંહ ઉર્ફે જે.કે રાણા
ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા જાડેજા
પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા જાડેજા
દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા
સમીર ઉર્ફે પોલાસ
અકરમ તર્કવાડીયા
રમીશ પઠાણ

ખાનગી કારમાં આરોપીઓને લાવવા મામલે પોલીસે શું કહ્યું?
‘ગણેશ ગોંડલ’ સહિતના આરોપીઓને પ્રાઈવેટ કારમાં જૂનાગઢ લાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસની બે ટીમ હતી. આરોપીઓ 8 હતા અને પોલીસની બે ગાડી હતી. ફોર્ચ્યુનર ગાડી ગુનાના કબજે કરવામાં આવી છે. ગાડી પોલીસ ચલાવતી હતી બાજુમાં પણ પોલીસ હતી. ગાડીમાં અન્ય આરોપી હતા. ગણેશને સરકારી બોલેરો ગાડીમાં લાવવામાં આવ્યો છે ફોર્ચ્યુનર કારમાં લવાયો નથી.

મને સમાધાન માટે 2 કરોડની ઓફર કરવામાં આવી- રાજુ સોલંકી
જૂનાગઢની ફરિયાદ મામલે ભોગ બનનાર સંજુ સોલંકીના પિતા રાજુ સોલંકીએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને શરૂઆતમાં 50 લાખ પછી એક કરોડ અને ગઈકાલે સાંજે એવું કહેવામાં આવ્યું કે, મારા દીકરાએ ગુનો કર્યો છે તો તેને જેલમાં જવા દે તેની સામે વાંધો નહીં,. પણ આગળ કોઈ આંદોલન ન થાય તેના માટે હું તને 2 કરોડ રૂપિયા મારો નાનો ભાઈ સમજીને આપું છું તો તું સમાધાન કરી લે. જો કે, આ ઓફર કોણે કરી તેનું નામ રાજુ સોલંકીએ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

ભોગ બનનારના પિતા રાજુ સોલંકી

ભોગ બનનારના પિતા રાજુ સોલંકી

શું હતો સમગ્ર મામલો?
ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે હું અને મારો છોકરો 30 તારીખે રાત્રે કાળવાચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પૂતળા પાસે પહોંચતાં પાછળથી એક ફોર-વ્હીલર કાર એકદમ સ્પીડમાં આવી અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી, જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતાં તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, મારો છોકરો મારી સાથે હોઈ મેં કહ્યું હતું કે હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યાર બાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતાં આ ફોર-વ્હીલ કારનો ચાલક અને તેની સાથે બીજી એક ફોર-વ્હીલ કાર મારી પાછળ મારા ઘર પાસે આવી હતી. આ બંને કારમાંથી આશરે 10 જેટલા માણસો નીચે ઊતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા. એવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો, જેને જોતાં આ માણસ ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો. તેને હું ઓળખી ગયેલો અને તેની સાથે તેના બીજા માણસો હતા તેને હું ઓળખતો નથી, પરંતુ મને બતાવવામાં આવે તો જોઈને ઓળખી શકું છું. ત્યારે ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલું અને આ લોકો જતા રહ્યા હતા. ત્યાર બાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની ફોર-વ્હીલ કારમાં ધસી આવ્યા હતા અને અને મારી મોટરસાઇકલને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખસે નીચે ઊતરી મને લોખંડની પાઈપ વડે મારવા લાગ્યા હતા. તેની પાછળ પણ બે કાર આવી હતી. એમાંથી પણ માણસો નીચે ઊતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા.

સંજય સોલંકીને નગ્ન કરી માફી માગતો વીડિયો બનાવ્યો હતો
સંજય સોલંકીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે ગોંડલમાં એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં નીચે ઉતાર્યો હતો. ત્યારે ગણેશ જાડેજા અને તેના માણસો હાજર હતા. આ લોકોએ મને માર મારતા હતા અને મારી જાતિ વિશે ખરાબ ટિપ્પણીઓ કરી હતી. ત્યાર બાદ ગણેશે મને પાછો તેની કારમાં બેસાડી દીધો હતો અને ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ ગયા હતા. ત્યાં પણ પાંચ-છ માણસો હાજર હતા. ત્યારે ગણેશના માણસોના હાથમાં પિસ્તોલ જેવાં હથિયાર અને લોખંડની પાઈપ હતાં. આ ગણેશ જાડેજાના માણસો મને તેની ઓફિસમાં લઈ ગયેલા અને તેના કહેવાથી તેના માણસોએ મારાં કપડાં કાઢી નાખ્યાં હતાં. મને આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને મારી પાસે માફી મગાવેલી અને કહેલું કે જૂનાગઢ NSUI કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું એમ ધમકી આપેલ હતી. ત્યારે મેં આ લોકો પાસે માફી માગલી, જેથી તેમણે મને પાછો એક ફોર-વ્હીલ કારમાં બેસાડી દીધો અને જૂનાગઢ ભેંસાણ ચોકડી કિયાના શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યા હતા.

ભોગ બનનાર સંજય સોલંકી

ભોગ બનનાર સંજય સોલંકી

બે દિવસ પહેલા ત્રણ આરોપીઓ ઝડપાયા હતા
ગણેશ જાડેજા સહિત તેની ટોળકી સામે અપહરણ, હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે ગુનામાં સામેલ ત્રણ શખસની ધરપકડ કરી છે. જૂનાગઢ એલસબીએ ગુનામાં કામે વપરાયેલી બ્રેઝા કારની સીસીટીવીના માધ્યમથી ઓળખ કરી હતી અને એમાં સવાર લોકોની પણ ઓળખ કરવામાં આવી હતી. પોલીસે ગુનાના કામમાં વપરાયેલી કાર સાથે અતુલ કઠેરિયા, ફૈઝલ ઉર્ફે પાવલી હુસૈનભાઈ પરમાર અને ઈકબાલ હારૂન ગોગદાની ધરપકડ કરી હતી.જેઓના રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ ક્સટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!