GUJARAT

NEETની પરીક્ષા ફરી લેવા માગ: પાટણ NSUI દ્વારા નીટની પરીક્ષા મામલે ઊંઝા ત્રણ રસ્તા પર બેસી ચક્કાજામ કરાયો, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી – Patan News


પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા પર NSUIના કાર્યકરો અને નીટના વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા મામલે રસ્તા રોકી ચક્કાજામ કરી ભાજપ વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. સ્થળ પર પોલીસ આવી જતા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન

.

નીટની પરીક્ષા અને પરિણામમાં ગોબાચારીના થયેલા આક્ષેપને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે પાટણ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા નીટ મામલે ઉંઝા ત્રણ રસ્તા પર બેસીને ચકકાજામ કરી ભાજપ વિરોધી સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ માંગ કરી છે ફરી પરીક્ષા લેવામાં આવે તેવી NSUI અને નીટના વિદ્યાર્થીઓ માંગ કરી હતી.

નીટમાં એક સાથે 67 લોકોને પૂરા માર્કસ આવ્યા છે. પ્રથમ વખત એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પૂરા માર્કસ આવ્યા છે. પરીક્ષા અને પરિણામમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ સાથે NSUI અને નીટના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!