GUJARAT

ગીર સોમનાથનું ગૌરવ: ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરતા ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા, સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળનું ગૌરવ વધારતા NCC કેડેટ્સ – Gir Somnath (Veraval) News


સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળનું ગૌરવ વધારતા NCC કેડેટ્સ
એનસીસી 7-ગુજરાત નેવલ યુનિટ વેરાવળ દ્વારા તારીખ 13/05/2024 થી 22/05/2024 દરમિયાન કોડિનારની રાજદિપ વિદ્યાલયમાં CATC-502 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિભિન્ન કોલેજોના 128 કેડેટ્સ ત

.

7-એનસીસી વેરાવળના લેફ્ટનન્ટ કમાન્ડર, અર્પણ શાકયના માર્ગદર્શન હેઠળ આ દસ દિવસ દરમિયાન એનસીસી કેડેટ્સને વિવિધ શારીરિક તાલીમ તથા વિષયલક્ષી માર્ગદર્શન અપાયું હતું. કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ટેન્ટ મેકિંગ બહેનોની સ્પર્ધામાં કોલેજના જહાનવી નકુમ અને વાળા કૃપાલીના ગુપે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ટેન્ટ મેકિંગ ભાઈઓની સ્પર્ધામાં ખસિયા સાગરેના ગ્રુપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિબંધ લેખન સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થી વિકિપ્રસાદે પ્રથમ સ્થાન મેળવ્યું હતું તથા ચિત્રકામ સ્પર્ધામાં ભજગોતર ભીજે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

કેમ્પના અંતિમ દિવસે સરકારી વિજ્ઞાન કોલેજને SD કેટેગરીમા કેમ્પની શ્રેષ્ઠ સંસ્થા તરીકે એનાયત કરી સમ્માનિત કરવામાં આવી હતી તથા વિશાલ મકવાણા, દ્વિતીય વર્ષના વિદ્યાર્થીને સમગ્ર કેમ્પ દરમિયાન સારા પ્રદર્શન માટે SD કેટેગરીમાં શ્રેષ્ઠ કેડેટના એવાર્ડથી સન્માનિત થયાં હતાં. કોલેજના વિદ્યાર્થીઓએ હાંસલ કરેલ સિધ્ધી બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્મિતા બી. છગ દ્વારા કોલેજના કેડેટ્સ તથા CTO મિલન પરમારને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
ગીર સોમનાથ પોલીસ પરિવારના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે એના માટે એક સારા અભિગમ સાથે અને પોલીસ જ મારો પરિવાર છે તેમ સમજી પોલીસ પરિવારના સદસ્યોના બાળકો કે જેઓએ તેમની શ્રેણીમાં સારા માર્કસ સાથે ઉર્તિણ થયેલ અને તેમની સ્કૂલ તથા પોલીસ પરિવાર નામ રોશન કર્યું છે. તેવા વિદ્યાર્થીઓને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો તેમનો આગળ વધવાનો જુસ્સો જળવાઇ રહે અને તેમના વાલીઓ પણ તેમના સંતાનો ઉપર ગર્વ અનુભવે તેવા હેતુથી માનવિય અભિગમ સાથે જિલ્લામાં પ્રથમ વખત માનનિય પોલીસ અધિકક્ષ મનોહરસિંહ એન.જાડેજા દ્વારા પોલીસ પરિવારના તેજસ્વી તારલાઓને પુરસ્કૃત તેમજ સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ ભવન ઇનાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધો.6થી લઈ સ્નાતક કક્ષા સુધીના જુદા જુદા વિદ્યાર્થીઓને રોકડ તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!