GUJARAT

આરોપી બે વર્ષથી તડીપાર: માધુપુરાના દૂધેશ્વર સ્મશાન ગૃહના સ્નાનાગરમાં છૂપાવી રાખેલો દારૂનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો – Ahmedabad News


રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપાર થઈ રહ્યો છે, તેમાં પણ બૂટલેગરો નવા-નવા ઉપાયો શોધીને દારૂ છુપાવી વેપાર કરતા હોય છે. ત્યારે ઝોન 2 એલસીબી સ્કોડે માધુપુરામાં સ્નાનાગરમાં છૂપાવી રાખેલો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર આર

.

તડીપાર હોવા છતા અમદાવાદમાં પ્રવેશ્યો
ઝોન 2 એલસીબી પીએસીઆઇ એસ.આર રાજપૂત અને તેમની ટીમે બાતમીના આધારે માધુપુરાના દૂધેશ્વર સ્મશાન ગૃહમાં આવેલા સ્નાનાગરના બાથરૂમમાં સંતાડી રાખેલો 342 દારૂની બોટલ કબજે કરી છે. આ દારૂનો જથ્થો અબ્દુલ મિયાણા નામના આરોપીનો હોવાથી પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે. આરોપી બે વર્ષથી તડીપાર છે છતાં અમદાવાદમાં આવીને દારૂનો ધંધો કરતો હતો.

5 જેટલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
સાબરમતીમાં પણ ઝોન 2 એલસીબી સ્કોડે બાતમીના આધારે સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાંથી 271 ઇંગ્લિશ દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસે ગાડી ઉભી રાખવા પ્રયત્ન કર્યો, પરંતુ કારચાલકે ગાડી ઉભી રાખી નહોતી. જેથી પોલીસે ગાડીનો પીછો કર્યો અને નંદનવન એપાર્ટમેન્ટની સામેના રોડ પરથી ગાડી ઉભી રાખી હતી. અલ્પેશ પરમાર નામના આરોપીની 37,239ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી છે. આરોપી પાંચ જેટલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!