GUJARAT

જુગારીઓ ઝડપાયા: વલ્લભીપુરના કલ્યાણપુર ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા – Bhavnagar News

વલ્લભીપુર પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલીંગ દરમિયાન કલ્યાણપુર ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા 8 શખ્સોને 20 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

.

સમગ્ર બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરાત્રીના વલ્લભીપુર પોલીસ મથકના જવાનો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કલ્યાણપુર ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા ચોક્કસ બાતમી મળી હતી કે, કલ્યાણપુર ગામમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પૈસા-પાનાં વડે તિનપત્તિનો હાર-જીતનો જુગાર રમે છે, જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા 8 શખ્સો જુગારની બાજીમા મગ્ન મળી આવ્યાં હતાં. જેમાં માવજી જીવાભાઈ પરમાર ઉં.વ.50, દિલીપ લખમણભાઇ સાગઠીયા ઉં.વ.42, દિનેશ ગીગાભાઈ ભાદરકા ઉં.વ.47, મનહર વલ્લભભાઈ ઉગરેજીયા ઉં.વ.32, કાળુ શામજીભાઈ હેરંભા ઉં.વ.52, રમેશ પ્રેમજીભાઈ સોલંકી ઉં.વ.40, નરેશ બોઘાભાઈ કંટારીયા ઉ.વ.39, તથા રોહિત પ્રેમજીભાઈ સોલંકી ઉં.વ.32 રહે. તમામ વલ્લભીપુર ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 20,200 તથા ગંજી પતા મળી કુલ રૂ.20,200નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા-12 મુજબ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!