GUJARAT

રીક્ષા પડીકું વળી ગયું: જામનગર નજીક હિટ એન્ડ રન, ટોળાંએ કાર સળગાવી નાખી – Jamnagar News


જામનગર નજીક ઘોરીવાવની ગોલાઇ પાસે બેફામ જઇ રહેલા મોટરકારના ચાલકે ઠોકર મારતા રીક્ષા પડીકું વળી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક અને તેમાં સવાર 3 વ્યકિતને ઇજા પહોંચી હતી. ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. જેમાંથી ગંભીર ર

.

જામનગરના લાલપુર બાયપાસથી રણજીતસાગર તરફ જવાના માર્ગ પર ધોરીવાવ નજીક ગોલાઇમાં ગુરૂવારે રાત્રીના પૂરપાટ ઝડપે જઇ રહેલી એક મોટરકારના ચાલકે સામેથી આવતી ઓટો રિક્ષાને જોરદાર ઠોકર મારતા ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. કારની ઠોકરના કારણે રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. આથી રીક્ષાના ચાલક અને તેમાં સવાર ત્રણ મુસાફરને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ટોળાં એકત્ર થયા હતાં. આટલું જ નહીં રોષે ભરાયેલા ટોળાંએ સ્થળ પર પડેલી અકસ્માત સર્જનાર મોટરને આગ ચાંપી દીધી હતી. આથી બનાવના સ્થળે તથા હોસ્પિટલમાં મોડીરાત્રી સુધી પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો.

રીક્ષામાં સવાર ચારેય વ્યકિત અકસ્માતમાં ઘાયલ થતાં સારવારમાં હોવાથી હજુ પોલીસ ફરિયાદ નહીં
ધોરીવાવની ગોલાઇ પાસે ગુરૂવારે રાત્રીના પૂરઝડપે જઇ રહેલા મોટરકારના ચાલકે રીક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક અને રીક્ષામાં સવાર ત્રણ વ્યકિત ઘાયલ થયા હતાં. જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચારેય હજુ હોસ્પિટલમાં હોય બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!