GUJARAT

લાકડાની બંધ દુકાનમાં આગ લાગી: વેરાવળ દોલતપ્રેસ વિસ્તારની ઘટના; ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી, કોઈ જાનહાનિ નહીં – Gir Somnath (Veraval) News


વેરાવળના દોલત પ્રેસ વિસ્તારમાં લાકડાની બંધ દુકાનમાં અચાનક આગ લાગતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વેરાવળ ફાયર બ્રિગેડના સ્ટાફે આગને સત્વરે કાબૂમાં લીધી હતી.

.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના દોલત પ્રેસ વિસ્તારમાં કિરીટભાઈ રમેશભાઈ વઢવાણાની માલિકીની લાકડાની બંધ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેની તાત્કાલિક વેરાવળ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતાં વેરાવળ ફાયર ફાઈટરનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળ પહોંચ્યો હતો. જે સ્થળે આગ લાગી હતી તેની બાજુમાં જ સર્વિસ સ્ટેશન હોવાથી તે સર્વિસ સ્ટેશનમાંથી પાણી મેળવી અને બે એબીસી ટાઈપ ફાયર બોટલનો ઉપયોગ કરી આગને સત્વરે કાબૂમાં લીધી હતી.

જે સ્થળે આગ લાગી હતી તેના ઉપરના ભાગે જ રહેણાક મકાન હોય ફાયર ફાઈટર વિભાગના સ્ટાફે સાવચેતી રૂપે તાત્કાલિક રહેણાક મકાનમાં રહેતા લોકોને નીચે ઉતારી લીધા હતા. જેથી કરીને કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ મુજબ દુકાનમાં મંદિરમાં રાખેલ અગરબત્તીનો તણખો પડવાથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આગના કારણે દુકાનદારને સામાન્ય નુકસાની સામે આવી છે.

લાકડાની બંધ દુકાનમાં આગ લાગી:  વેરાવળ દોલતપ્રેસ વિસ્તારની ઘટના; ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી, કોઈ જાનહાનિ નહીં – Gir Somnath (Veraval) News



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!