GUJARAT

અમદાવાદની ઉદગમ સ્કૂલમાં ગરબડ જ ગરબડ: DEO-ફાયરની સાથે રહી ભાસ્કરે વીડિયોમાં બતાવી ફાયર સેફ્ટીની ખામીઓની ભરમાર, વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ – Ahmedabad News


લાખો રૂપિયા ફી વસૂલતી અમદાવાદની સ્કૂલો પાસે ફાયર NOC તો છે જ. પરંતુ સ્કૂલો પાસે ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી જોવા મળી છે. અપૂરતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને સ્કૂલની બેદરકારી જોવા મળી છે. અમદાવાદ DEO અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઉદગમ સ્કૂલમાં ચેકિ

.

ઉદગમ સ્કૂલમાં NOC છે પણ ફાયર સેફ્ટીના અપૂરતા અને ખામીયુક્ત સાધનો જોવા મળ્યા હતા. તેમજ સ્ટાફને ફાયર સેફ્ટીના સાધનો કેવી રીતે ચલાવાય તેની ખબર જ નથી.

DEO અને ફાયર વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું
અમદાવાદ DEO અને ફાયર વિભાગ દ્વારા આજે સવારથી જ અમદાવાદની સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે સ્કૂલો પાસે ફાયર NOC છે તેવી સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટીનાં સાધનોનું વિગતવાર ચેકિંગ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન અનેક ખામીઓ સામે આવી છે. જેમાં ફાયર સાધનોનો ઉપકરણનો અભાવ, બિલ્ડિંગ મુજબ ફાયરનો લોડ ના હોવાનો, રબરની સીટ જાહેરમાં રાખવામાં આવી હોય, બેઝમેન્ટનો ભંગાર સાચવવા ઉપયોગ સહિતની અનેક ખામી જોવા મળી છે.

ફાયરના સાધનો આઉટ ઓફ ડેટ જોવા મળ્યા

સ્કૂલ અને લેબોરેટરીમાં બેની જગ્યાએ એક જ રસ્તો
સવારે સૌ પ્રથમ ઉદગમ સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફાયર NOC અંગેનું બોર્ડ લગાવેલું નથી. ઉદગમ સ્કૂલમાં શરૂઆતથી જ ખામી જોવા મળી હતી. જેમાં સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના ઉપકરણોનો અભાવ જોવા મળ્યો હતો. સ્કૂલમાં બિલ્ડિંગ મુજબ ફાયર લોડ ન હોવાનું સામે આવ્યું હતું. રબરની સીટ જાહેરમાં મૂકવામાં આવી હતી. સ્મોક વેન્ટીલેશન રાખવામાં આવ્યું નથી. સ્કૂલને લેબોરેટરીમાં 2 રસ્તા હોવા જોઈએ જેની જગ્યાએ માત્ર એક જ રસ્તો છે. સ્કૂલમાં વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. જ્વલનશીલ પદાર્થ વચ્ચે એક જ ફાયર ઉપકરણ રાખવામાં આવ્યું હતું.

DEO અને ફાયરે ક્લાસરૂમોમાં પણ ચેકિંગ કર્યું

DEO અને ફાયરે ક્લાસરૂમોમાં પણ ચેકિંગ કર્યું

સ્ટાફને અપૂરતું જ્ઞાન હોવાની જાણ થતાં
ઉદગમ સ્કૂલમાં હાજર સ્ટાફને પણ ફાયર ઉપકરણો શરૂ કરવા સૂચના આપવામાં આવી ત્યારે સ્ટાફને અપૂરતું જ્ઞાન હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર જ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફાયર ઉપકરણો ચાલુ છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી હતી. સ્કૂલને તમામ સૂચન આપી તમામ વ્યવસ્થા સ્કૂલ શરૂ થાય તે અગાઉ જ પૂર્ણ કરવા જણાવ્યું છે.

ખુલ્લા વાયરો જીવના જોખમ સમાન જોવા મળ્યા

ખુલ્લા વાયરો જીવના જોખમ સમાન જોવા મળ્યા

ઇલેક્ટ્રિક ઓડિટ કરવાનું હતું જે કરવામાં આવ્યું નથી
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે ફાયર સાથે મળી સંયુક્ત ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉદગમ સ્કૂલમાં અનેક અનિયમિતતા જોવા મળી છે. સ્કૂલને અનિયમિતતા દૂર કરવા સૂચના આપવામાં આવી છે. જેટલો લોડ જરૂર હોય તેટલો લોડ જોવા મળ્યો નથી. ફાયરની ટ્રેનિંગ સ્ટાફને આપવામાં આવી નથી. લેબમાં સ્પ્રિંકલર ચાલતા નહોતા. ફાયરને લઈને ઇલેક્ટ્રિક ઓડિટ કરવાનું હતું જે કરવામાં આવ્યું નથી. નવકાર સ્કૂલમાં પણ તપાસ દરમિયાન બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ રેકોર્ડ રૂમ તરીકે કરવામાં આવ્યો છે. અહીંયા મિટિંગ માટે ખુરશીઓ રાખવામાં આવી છે. ફાયર ઉપકરણ આગળ ભંગાર જોવા મળ્યો છે જેથી નવકાર સ્કૂલને પણ સૂચના આપી બેઝમેન્ટ ખાલી કરવા જણાવ્યું છે.

લાઇબ્રેરીમાં પુસ્તકો

લાઇબ્રેરીમાં પુસ્તકો

પાંચમા માળે પતરાનો શેડ પણ હતો
ત્યારબાદ ગુલબાઈ ટેકરા પર આવેલી નવકાર પબ્લિક સ્કૂલમાં પણ DEO અને ફાયરની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. નવકાર સ્કૂલ પાસે ફાયર NOC અને અપડેટ સાધનો ઉપલબ્ધ હતા. નવકાર સ્કૂલના બેઝમેન્ટ પાર્કિગનો ઉપયોગ ભંગાર સાચવવા કરવામાં આવ્યો હતો. પાર્કિંગની જગ્યા બંધ કરી ખુરશી, પૂરવણીઓ અને અન્ય સમાન રાખવામાં આવ્યો હતો. પાર્કિંગ સ્પેસ તાત્કાલિક ખાલી કરવા સંચાલકને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પાંચમા માળે પતરાનો શેડ પણ હતો જે હટાવવા સૂચના આપવામાં આવી છે.

ખુલ્લા વાયરો

ખુલ્લા વાયરો



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!