GUJARAT

ટ્રકની પલટી: વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ પાસે સાઈડમાં પાર્ક કરેલી ટ્રક પલટી, ડ્રાઈવર-ક્લિનર હાજર ન હોવાથી જાનહાનિ ટળી – Valsad News

વલસાડ શહેરના છીપવાડ રેલવે અંડરપાસ પાસે પેટ્રોલ પમ્પ સામે વલસાડ તરફ જતી એક ટ્રક ચાલકે નજીકમાં આવેલી ચાની લારી ઉપર ચા પીવા જવા પેટ્રોલ પમ્પ સામે આવેલી જગ્યામાં ટ્રક પાર્ક કરી ક્લીનર સાથે ચા પીવા ગયા હતા. જે દરમ્યાન વલસાડ શહેરમાં હાલમાં પડેલા વરસાદને લઈ

.

વલસાડ શહેરમાં બહારથી માલ સામાન લઈ આવતા એક ટ્રકના ચાલકે છીપવાડ પેટ્રોલ પમ્પ સામે આવેલી ખુલ્લી જગ્યામાં ટ્રક પાર્ક કરી નજીકમાં આવેલી ચાની લારી ઉપર ટ્રક ચાલક અને ક્લીનર ચા પીવા ગયા હતા. જે દરમિયાન તાજેતરમાં વલસાડ શહેરના પડેલા વરસાદને લઈને ટ્રક પાર્ક કરેલી જમીન એક તરફની જમીન ટ્રકના વજનને લઈને બેસી ગઈ હતી. ટ્રક એક તરફ નમી ગયા બાદ અચાનક નજીકથી.પસાર થતી વરસાદી પાણીની લાઈનમાં ટ્રક ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ ટ્રક ચાલક અને ક્લીનરને થતા તાત્કાલિક ટ્રક પાસે દોડી આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ટ્રક ચાલકની મદદે દોડી આવ્યા હતા. આજુબાજુમાં પાર્ક કરેલી ટ્રક ચાલકોએ તેમની ટ્રક અને ટેમ્પો સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું સંચાલન કર્યું હતું. ટ્રકને બહાર કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!