GUJARAT

દીકરાએ માતાના પ્રેમીના હાડકાં પણ ન રહેવા દીધા: મહિલા બનાસકાંઠાથી પ્રેમીને અમદાવાદ લાવી, પુત્રએ ધારિયુ મારી માથું વધેરી નાખ્યું; લાંકડા ભેગા કરી મૃતદેહ સળગાવ્યો – Ahmedabad News


અમદાવાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારતો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અવારનવાર પતિ સાથે ઘરે આવતા મિત્ર સાથે મહિલાની નીકટતા વધી હતી. પતિના મૃત્યુ બાદ મહિલાને પતિના મિત્ર સાથે પ્રેમ પાંગર્યો હતો. મહિલાને એક પુત્ર પણ હતો, જે અમદાવાદમાં નોકરી કર

.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપી માતા-પુત્રને રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માગ પોલીસે કરી હતી. જેના કારણોમાં જણાવાયું હતું કે, હત્યા જે ધારિયાથી કરાઈ છે તે મેળવવા, મૃતકના હાડકાંના અવશેષો મેળવવા, લાશને એવી રીતે સળગાવી તે માટે કોઈ પ્રવાહી વાપરવામાં આવ્યું હતું કે કેમ તે જાણવા, મૃતકનો મોબાઇલ શોધવા વગેરે કારણોસર આરોપીઓના 7 દિવસના રિમાન્ડની જરૂર છે. આ ઉપરાંત આરોપીઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. જો કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી માતા-પુત્રના 7 દિવસના રિમાન્ડની માગ સામે પોલીસને 10 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી અર્જુનસિંહ વાઘેલા અને લક્ષ્મીબા વાઘેલા સામે IPCની કલમ 302, 201 અને 120B મુજબ 6 જૂનના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મૃતકના પરિવારે જાણવા જોગ ફરિયાદ નોંધાવી
આ અંગેની વિગત એવી છે કે, મૃતકના ભાઈ વિનોદજી ઠાકોરે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મોટાભાઈ પ્રભુરામ ઠાકોર 21 મે, 2024ના રોજ સવારે નોકરીના કામથી દુધનું ટેન્કર લઇ પાલનપુર જવા રવાના થયા હતા. ત્યાર બાદ 23મેના રોજ તેની સાથે ડ્રાઇવર તરીકે નોકરી કરતા અનેક કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી કે તેમનાં મોટા ભાઈ નોકરી ઉપર આવ્યા નથી. જેથી તેમને પરિવારજનોએ સાથે મળીને તેઓની શોધખોળ હાથ ધરી હતી. જો કે, તેઓ ન મળતા 24 મેના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં જઈ પ્રભુરામ ઠાકોર ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

બોપલ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે મૃતકના ફોનની વિગત કાઢી
જેના આધારે ભાભર પોલીસ દ્વારા પ્રભુરામના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ કઢાવી તપાસ હાથ ધરી હતી. જેમાં તેમનાં પ્રેમી લક્ષ્મીબા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે વધારે વખત વાતચીત થયેલી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ SOG પોલીસને મળેલી બાતની અને ફરિયાદના આધારે પોલીસે લક્ષ્મીબાની અને તેના દીકરાની પૂછપરછ કરતા બન્નેએ જ પ્રભુરામની હત્યા કર્યાનું સામે આવ્યું હતું.

ધાર્યાનો ઘા મારી માથું વધેરી નાખ્યું.

ધાર્યાનો ઘા મારી માથું વધેરી નાખ્યું.

મહિલાને પતિના મિત્ર સાથે પ્રેમ સંબંધ બંધાયો
માતા અને દીકરાએ હત્યાનો ઘડેલો પ્લાન સાંભળીને પોલીસના પણ વિચારતી રહી ગઈ હતી. પ્રભુરામની હત્યા પાછળની કહાની એવી છે કે, મૂળ બનાસકાંઠાના ભાભરમાં રહેતા મૃતક પ્રભુરામ અને મુખ્ય આરોપી અર્જુનસિંહના પિતા બંને મિત્ર હતા. અવારનવાર પ્રભુરામ તેમના ઘરે આવતા હતાં, જેથી તેની માતા લક્ષ્મીબા અને પ્રભુરામ વચ્ચે નીકટતા વધી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં આરોપી અર્જુનસિંહના પિતાનું અવસાન થતા માતા અને પ્રેમી વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા. આ પ્રેમ સંબંધ ત્રણથી ચાર વર્ષ સુધી ચાલતો રહ્યો હતો. જેમાં માતાનો પ્રેમ સંબંધ પસંદ ન આવતા પુત્રએ માતા સાથે જ મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

મૃતકની ફાઈલ તસવીર.

મૃતકની ફાઈલ તસવીર.

પુત્રએ હત્યા કરી લાશને એજ જગ્યાએ સળગાવી દીધી
જેમાં 21 મે, 2024ના રોજ લક્ષ્મીબા વાઘેલા પ્રેમી પ્રભુરામ ઠાકોરને બાભરથી દીકરાને કામ હોવાથી અમદાવાદ મળવા જવાનું હોવાનું કહીને સાથે લઈને આવી હતી. જ્યાં બોપલમાં રહેતા તેના દીકરા અર્જુનસિંહ વાઘેલાના ઘરે લઈ ગઈ હતી. બીજા દિવસે વહેલી સવારે અર્જુનસિંહ પ્રભુરામને કુદરતી હાજતે જવાનું કહીને લઈ ગયો હતો. જ્યાં વહેલી સવારે અર્જુનસિંહે પ્રભુરામના માથામાં ધારીયાનો ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ આજુબાજુમાં પડેલા લાંકડા ભેગા કરીને મૃતદેહને સળગાવી દીધો હતો. જે બાદ કોઈને ભનક પણ ન લાગે તેમ મૃતકનો ફોન પણ એક જગ્યાએ ફેંકી દીધો હતો.

નીલમ ગૌસ્વામી, dysp અમદાવાદ ગ્રામ્ય

નીલમ ગૌસ્વામી, dysp અમદાવાદ ગ્રામ્ય

પોલીસે બન્ને સામે ગુનો નોંધી ધરપકડ કરી
આ ઘટનાના બેથી ત્રણ દિવસ બાદ ફરી આરોપી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પ્રભુરામના પડેલા હાડકાં લઈને કેનાલમાં નાખી દીધા હતા. આ સમગ્ર ઘટના બાદ અર્જુનસિંહ જે જગ્યાએ કામ કરતો હતો ત્યાંથી SOGને બાતમી મળી હતી કે, અર્જુનસિંહે કોઈકની હત્યા કરી છે. આ બાતમી અને ભાભર પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદના આધારે હત્યાની સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી. હાલમાં બોપલ પોલીસે 302 મુજબ ગુનો દાખલ કરીને મુખ્ય આરોપી અર્જુનસિંહ વાઘેલા અને તેની માતા લક્ષ્મીબા બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!