GUJARAT

ડ્રગ્સના કારોબારમાં મહિલા સામેલ: અમદાવાદમાં 7.20 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક મહિલા ઝડપાઈ – Ahmedabad News

અમદાવાદ શહેરમાં ડ્રગ્સ નેટવર્કમાં ફરી એક વખત મહિલા સામેલ હોવાની વિગત સામે આવી છે. અગાઉ ડ્રગ્સ માફિયા તેમજ ડ્રગ્સ પેડલર આ કારોબારમાં પકડાય ચૂક્યા છે તેવા સમયમાં ફરી એક વખત મહિલા 7 લાખથી વધુની કિંમત સાથે ઝડપાઈ છે. આ એમડી ડ્રગ્સ સપ્લાય માટે મહિલાનો ઉપયો

.

મહિલાને 72 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી
​​​​​​​
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ઝોન-2 LCB સ્ક્વોડના કર્મચારીઓને બાતમી મળી હતી. આ બાતમીને આધારે કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ખૂણિયા બગીચા પાસે મદરેસા મસ્જિદની સામે રોડ પરથી રિક્ષામાં બેસીને પસાર થતી મહિલાને 7.20 લાખની કિંમતના 72 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવી હતી. પોલીસે મકરબા ખાતે રહેતી પરવીનબાનુ કુરેશીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુસ્તાક ગુલામહુસૈન અને ફિરદોશબાનુ રસીદભાઈ કઠિયારાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!