GUJARAT

‘મેં 60નો દારૂ ને 20ની સોડા પીધી’: નશેડી ડ્રાઇવરે ટ્રેક્ટર લોડરથી વાહનો પર કાવો માર્યો; હાઈવે પર લોકોના જીવ જોખમમાં મુક્યા – Chhota Udaipur News


તેજગઢ પાસે આજે બપોરના સમયે ટ્રેક્ટર લોડરનો ડ્રાઈવર દારૂ પીને બેફામ ટ્રેક્ટર ચલાવતો નજરે પડ્યો હતો અને સામેથી આવતા વાહનો પર કાહવો મારતો નજરે પડ્યો હતો. ચારથી પાંચ વાહનોને અકસ્માત થતો બચી ગયો હોવાનું પણ વીડિયોમાં નજરે પડ્યું હતું. જ્યારે ટ્રેક્ટરચાલકને

.

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ટ્રેક્ટરલોડરનો ચાલક દારૂ પીને બેફામ રીતે ટ્રેક્ટર ચલાવી રહ્યો છે અને સામેથી આવતા વાહનોની ઉપર ટ્રેક્ટર લોડર નાખતો હોવાનું જણાઈ રહ્યું છે.

પીધેલો ડ્રાઈવર

પીધેલો ડ્રાઈવર

છોટા ઉદેપુરથી તેજગઢ જતાં રસ્તામાં આ ટ્રેક્ટર લોડરનો ચાલક બેફામ રીતે અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે ટ્રેક્ટર હંકારી રહ્યો હતો. જ્યારે રાહદારીઓએ ટ્રેક્ટરને તેજગઢ ખાતે ઉભુ રાખી ચાલકને પૂછતા તેને રૂ. 60નો દારૂ અને રૂ. 20ની સોડા પીધી હોવાનું કબૂલાત કરી હતી. આ ટ્રેક્ટરચાલક દ્વારા પોતે બોલી શકવાની પણ સ્થિતિમાં ન હોવાથી પોતે શું બોલી રહ્યો છે તેનું પણ ભાણ ન હોવાનું તેની વાત પરથી જણાયું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!