GUJARAT

વડતાલના સ્વામીની પાપલીલા: ગિફ્ટની લાલચ આપી દુષ્કર્મ, વ્હોટ્સએપ ગ્રૂપમાં સંતો સામે ન્યૂડ વીડિયો કોલ કરાવતા, 5 દિવસ વરસાદની આગાહી – Gujarat News

સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ, 10 વર્ષ પહેલાં સગીરાને પીંખી
વડતાલના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 2014માં વાડી મંદિરના કોઠારી હતા એ સમયે ગિફ્ટની લાલચે પીંખી હોવાનો યુવતીએ ધડાકો કર્યો છે. આ સિવાય એચપી સ્વામી, કેપી સ્વામી અને જેપી સ્

.

4 બાઈક પર હોન્ડા સિટી ચઢાવી, 3નાં મોત, તથ્યકાંડની યાદ

સુરતમાં તથ્યકાંડ જેવો હોન્ડાસિટી કાંડ થયો છે. 40 વર્ષીય જિગ્નેશ ગોહિલે રિંગ રોડની સાઈડમાં ચાર બાઈક પર બેઠેલા 7 લોકોને ઉડાડી દીધા. આ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 3નાં મોત થયા છે.

ઓવરસ્પીડ, ડમ્પર અને 3 સેકન્ડમાં મોત, ભયાનક CCTV

નવસારીમાં ઓફિસે જવાની ઉતાવળમાં યુવકને મોતનો ભેટો થઈ ગયો. 39 વર્ષીય બ્રિજેશ આહીર સર્વિસ રોડ પર હતો. જો કે, સ્પીડ વધુ હોવાથી તે બાઈકને કન્ટ્રોલ કરી શક્યો નહીં અને સીધો ડમ્પર નીચે ઘુસી ગયો.

કૉંગ્રેસના ધરણાનો બીજો દિવસ, પીડિત પરિવારો જોડાયા

રાજકોટ અગ્નિકાંડમાં ન્યાય માટે 72 કલાકના ધરણા ચાલી રહ્યા છે. બીજા દિવસે કોંગેસ સાથે પીડિત પરિવારો પણ જોડાયા. આ દરમિયાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યુવકના પિતાનું પણ આજે આઘાતથી મોત થતાં સરકાર સામે રોષ વ્યક્ત કર્યો.

દ્વારકાના દરિયા કાંઠેથી કરોડોનું બિનવારસી ડ્રગ્સ પકડાયું

દ્વારકાના દરિયા કાંઠેથી બે ડઝન જેટલા ચરસના પેકેટ સાથે કરોડોનું બિનવારસી ડ્રગ્સ પકડાયું છે. બે મહિનામાં ફરી ડ્રગ્સ મળતાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. હાલ SOGની ટીમે રૂપેણ અને વરવાળા વચ્ચેના કાંઠા વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજકોટ સિવિલમાં દર્દીના સગા અને ડૉક્ટર વચ્ચે ઝપાઝપી

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દર્દીના સગા અને ડૉક્ટર વચ્ચે ઝપાઝપી થઈ. સ્ટાફના સગાને યોગ્ય સારવાર ના મળતાં વોર્ડમાં જોવા જેવી થઈ. સિવિલમાં 16 વર્ષથી નોકરી કરતી મહિલાએ કહ્યું કે, સમયસર સારવાર ના મળતાં એકનું મોત થયું છે, જ્યારે એક ગંભીર છે.

ભીખા ઠેબા પાસે 10 પ્લોટ, 17 એકાઉન્ટ, કરોડોની સંપત્તિ

રાજકોટ અગ્નિકાંડના આરોપી ભીખા ઠેબાની આવક કરતા 67 ટકા વધુ બેનામી મિલકત સામે આવી છે. ACBના સર્ચમાં 10 પ્લોટ, 17 બેંક અકાઉન્ટ અને લોકર મળી આવ્યા છે. 12 વર્ષમાં ઠેબા અને પરિવારે કેટલી વખત વિદેશ પ્રવાસ કર્યો તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે.

અમદાવાદની ઉદગમ સ્કૂલમાં ફાયર સેફ્ટીનાં નામે લાલિયાવાડી

અમદાવાદની શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી સામે આવી. DEO અને ફાયર વિભાગના સરપ્રાઈઝ ચેકિંગમાં ઉદગમ સ્કૂલમાં ગરબડ જોવા મળી. ક્યાંક વીજવાયરો ખુલ્લા જોવા મળ્યા તો ક્યાંક સ્કૂલ અને લેબોરેટરીમાં બેની જગ્યાએ એક જ રસ્તો હોવાથી સૂચના પણ અપાઈ.

40 લાખની લૂંટ કરનારા આરોપીઓ 24 કલાકમાં પકડાયા

અંજારમાં 40 લાખની લૂંટને અંજામ આપનાર મહિલા, તેનો સગીર પ્રેમી સહિત સાત શખ્સોને પોલીસે પકડી લીધા છે. ફાઈનાન્સ પેઢીના કર્મચારીઓને છરી બતાવીને થયેલી આ લૂંટનો ભેદ સીસીટીવીના આધારે ઉકેલાયો છે. ફરઝાના ઊર્ફે મંજુ મલેક નામ બદલીને રહેતી હતી

મેઘરાજા પધાર્યા, 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. સુરતના ઓલપાડ અને છોટા ઉદેપુરના બોડેલી-કવાંટ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!