GUJARAT

‘400 પારની પોસ્ટ ખટાખટ ખટાખટ ડિલિટ’: ભાજપ પાસે ED, CBI, IT જેવા પક્ષો, અગ્નિકાંડના પીડિત પરિવારોના ન્યાય માટે 72 કલાક ઉપવાસ પર બેસીશું: મેવાણી – Rajkot News


લોકસભા સામાન્ય ચૂંટણી 2024નાં પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે ત્યારે આજે પરિણામને લઈ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે 400 પારની વાતો કરતા હતા તેઓ 272 મત પણ મેળવી શક્યા નથી. પૂરતી બહુમતી પણ મેળવી શક્યા નથી. આ ચૂંટણી

.

400 પારની વાતો કરનારા 272 મત પણ મેળવી શક્યા નહિ
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં છે. 400 પારની વાતો કરતા હતા તેઓ 272 મત પણ મેળવી શક્યા નહિ. પૂરતી બહુમતી પણ મેળવી શક્યા નહિ. આ ચૂંટણીનાં પરિણામ લોકતંત્ર અને દેશના બંધારણને બચાવવા લોકોએ આપ્યાં છે. ગુજરાતમાં ગેનીબેનની જીત થઈ છે, ગેનીબેન રોકસ્ટાર તરીકે ઊભરી આવ્યાં છે. આજે આખી ગુજરાત કોંગ્રેસની કેડરમાં પ્રાણ ફૂંક્યો છે. આજે એક હકારાત્મક માહોલ સમગ્ર કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. મને એવું લાગે છે, આશા છે, અપેક્ષા છે કે કોંગ્રેસ અને ઇન્ડિયા એલાઇન્સ સરકાર બનાવશે..

નીતિશ કુમાર પણ INDIA ગઠબંધન સાથે જોડાઈ શકે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ પાસે ED, CBI અને ઇન્કમટેક્સ જેવા પક્ષ છે, જેનો ગેરબંધારણીય ઉપયોગ કર્યો, તેની સામે જનતા ત્રાહિમામ્ પોકારી ચૂકી હતી અને જનતામાં આક્રોશ હતો, જેનું આ પરિણામ આવ્યું એનો મને આનંદ છે. આ પરિણામથી નરેન્દ્ર મોદીનો અહંકાર તૂટી ગયો છે, લોકોને નેચરલી મોદીને સાંભળવા હવે નથી ગમતા. ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ INDIA ગઠબંધન સાથે જોડાશે; મને એવું લાગે છે. આશા છે, અપેક્ષા છે કે કોંગ્રેસ અને ઇન્ડિયા એલાઇન્સ સરકાર બનાવશે.

દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સાથે ચેડાં થઈ રહ્યાં છે
ગુજરાત બહાર મેં પ્રવાસ કર્યો છે, પહેલી વખત બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે એક ઇલેક્ટ્રોલ ઈમ્પેક્ટ આવે, બેરોજગારી અને મોંઘવારીના સવાલ અગાઉ પણ હતા. આ વખતના CSDSના સર્વેમાં અને અમે ફિલ્ડ વર્કમાં અનુભવ કર્યો હતો. લોકોએ બેરોજગારી અને મોંઘવારીના કારણે ભાજપને મત આપ્યા નથી. દેશમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સાથે ચેડાં થઈ રહ્યાં છે એવો ડાઉટ હતો. બંધારણ બચશે કે કેમ એવો સવાલ હતો અને પરિણામથી દેશને ચોક્કસ રાહત મળી છે.

400 પાર કોઈ દિવસ થવાનું જ નહોતું
400 પારના નારા સામે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે 400 પાર કોઈ દિવસ થવાનું જ નહોતું, લોકોના માનસ પર અસર પહોંચાડવાનો આ નારો હતો. હળવાસના માહોલમાં કહું તો ફેસબુક પર 400 પારની પોસ્ટ થઈ રહી છે ડિલીટ ખટાખટ ખટાખટ ખટા ખટ..

ઉપવાસ પર ઊતરી ત્રણ દિવસ ધરણાં કરીશું
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ ગેમ ઝોનમાં માનવસર્જિત હત્યાકાંડ થયો છે. 27 લોકોના મૃત્યુ થયા છે, પરિવારની સ્થિતિ દયનીય છે. રાજકોટની જનતાએ જેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા એ વિજય રૂપાણી આ પીડિત પરિવારોને આશ્વાસન આપવા પણ જઈ નથી શકતા. હું એક પરિવારને મળવા આવ્યો હતો, પણ અહીંયાં અન્ય પરિવારોને મળી તેમની સ્થિતિ જાણી તો ખૂબ જ ભયાનક જણાઇ આવતા આજે 6 દિવસથી હું રાજકોટમાં રહી અલગ અલગ પરિવારજનોને મળું છું. આજે પણ આ લોકોને ન્યાય મળી રહ્યો નથી. ત્યારે તેમને ન્યાય અપાવવા માટે આગામી 7, 8 અને 9 જૂનના રોજ અમે લોકોને સાથે રાખી ઉપવાસ પર ઊતરી ત્રણ દિવસ ધરણાં કરીશું અને પીડિત પરિવારોને ન્યાય અપાવીશું. એટલું જ નહીં જરૂર જણાશે તો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ સુધી જવા પણ તૈયારી છે. અમે તેઓની સાથે રહી ન્યાય અપાવીશું.

નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવે તેવી માગ
સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં ઘટનાસ્થળ પર તાત્કાલિક અસરથી બુલડોઝર ફેરવીને પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. સરકારે SITની રચના કરી તે પણ શંકાના દાયરામાં છે. SITના સભ્ય બંછાનિધિ પાનીને બનાવ્યા છે. જેઓ અગાઉ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે, તેઓ તટસ્થ તપાસ કેવી રીતે કરે? સરકાર દરેક કાંડમાં સુભાષ ત્રિવેદીને જ કેમ SITના વડા બનાવે છે? સુભાષ ત્રિવેદીનું IPS પદ સરકારના આશીર્વાદથી બચ્યું છે. જેના કારણે તેઓ તટસ્થ તપાસ કેવી રીતે કરશે? આવા અનેક સવાલો અને મુદ્દાઓ છે જેની સામે અમારો વિરોધ છે અને તટસ્થ તપાસ માટે નિર્લિપ્ત રાય જેવા અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી અમારી માગ છે.

SIT અને ACB બંન્ને કમલમના ઇશારે કામ કરે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીની પુલ દુર્ઘટનામાં પણ તપાસ ગેરમાર્ગે દોરાઈ છે. 20 વર્ષ સુધી કોઈ નિરાકરણ ન આવે તેવી સ્થિતિ ઉદભવી છે. જ્યારે આ વખતે ફરી રાજકોટના અગ્નિકાંડમાં SITએ તપાસ શરૂ કરી. પરંતુ સ્થાનિક ભાજપના આગેવાનોની કેમ તપાસ ન કરી તે મોટો સવાલ છે. સરકારે નોન કરપ્ટેડ અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ. SIT અને ACB બંન્ને કમલમના ઇશારે કામ કરી રહી છે. રાજકોટમાં વિજય રૂપાણી અને વજુભાઈ વાળા સામે ACB તપાસ કરે તો સાચી ખબર પડે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!