GUJARAT

આઈસર-વેગનઆર વચ્ચે અકસ્માત, 3ના મોત: આઈસર ચાલકે કાબૂ ગુમાવતા ડીવાઈડર કુદાવી સામેથી આવતી કાર સહિત ચાર વાહનોને ટક્કર મારી, નવસારીના NH-48ની ઘટના – Navsari News


નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 આજે ફરીવાર રક્ત રંજીત થયો હતો જેમાં મુંબઈથી અમદાવાદ જતા રોડ પર એક આઇસર ટેમ્પો ના ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા તે ડિવાઇડર ઉડાવી સામેના ટ્રેક પર આવ્યો હતો જેમાં પસાર થઈ રહેલી વેગેનાર કાર સાથે તેની ટક

.

નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક ગંભીર અકસ્માત થયો છે. મુંબઈથી અમદાવાદ તરફ જતાં એક આઇસર ટેમ્પો ચાલકે ભૂલા ફળિયા ગામ પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં તે સામેની લાઈન પર જઈ અથડાયો, જેના કારણે ચારથી વધુ વાહનોને ટક્કર મારી હતી.આ ટક્કરમાં એક કારને અડફેટે લેતાં તેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ અકસ્માતમાં સાતથી વધુ લોકોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નવસારીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. આ અકસ્માતના કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!