GUJARAT

મોતને મુઠ્ઠીમાં લઈને નીકળજો!: અમદાવાદમાં ખોદકામના કારણે ચોમાસામાં 178 સ્થળ પર રોડ બેસી જવાની ગેરંટી, જુઓ લિસ્ટમાં તમારો વિસ્તાર તો નથી ને! – Ahmedabad News


અમદાવાદ શહેરમાં પાણી, ગટર સહિત વિવિધ પ્રકારની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર રોડ ખોદવાની કામગીરી કરવામાં આવતી હોય છે. જો કે, ચોમાસામાં આ પ્રકારની કામગીરી સામાન્ય લોકો માટે તકલીફનું કારણ બની જતી હોય છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્

.

ખોદકામ કરેલા 178 સ્થળો પર લાગશે જાહેર ચેતવણીના બોર્ડ
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદી-જુદી અનેક જગ્યાએ કોઈ ને કોઈ કારણોસર ખોદકામ કર્યું છે. અમુક જગ્યાએ કામગીરી હજુ ચાલુ છે તો અમુક જગ્યાએ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. મોટાભાગે કોર્પોરેશન રોડની તમામ કામગીરી ચોમાસા પહેલા જ પૂર્ણ કરવાના પ્રયાસ કરે છે અને આ કારણોસર ઘણીવાર ખોદકામ કરેલી અમુક જગ્યાઓમાં ઉતાવળે માટી નાખી અને તેના પર કપચી પાથરી રોડ બનાવી દેવામાં આવે છે. આવા સ્થળો ઉપર ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની સંભાવનાઓ વધી જતી હોય છે અને તેના કારણે જ આવા સ્થળો પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવશે. જેથી, નાગરિકો જ્યારે પણ આ રોડ પરથી પસાર થાય તો સાવચેતીપૂર્વક પસાર થાય. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 178 જેટલા સ્થળોને નક્કી કરી ત્યાં બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકોએ આ રોડ પર જતા પહેલા વિચાર કરવો પડશે
સૌથી વધારે ખોદકામ પાણી અને ગટરની લાઈનો નાખવાના કારણે કરવામાં આવ્યું છે. મોટાભાગના ખોદાણના સ્થળો પર માટી પુરાણ કરી વોટરિંગ કરવામાં આવ્યું છે અને કપચી નાખી રોડ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ, હજી પણ કેટલાક સ્થળોએ કામગીરી પૂર્ણ થઈ નથી. ચોમાસુ હજી શરૂ થયું નથી જેના કારણે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેમ બને તેમ ઝડપી કામગીરી કરવામાં આવશે. આવા સ્થળો ઉપર ઝડપી કામગીરી પૂર્ણ કરવાની જગ્યાએ ધીમી કામગીરી કરવામાં આવતા હવે લોકોએ જ જાતે આ રોડ પરથી પસાર થતા પહેલા વિચાર કરવો પડશે.

ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 44 જેટલા સ્થળો પર ખોદકામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્થળો પર ચાલુ વર્ષ દરમિયાન અથવા છેલ્લા 3-4 મહિનામાં ખોદાણ કરવામાં આવ્યું છે. જાહેર ચેતવણીના બોર્ડ લગાવવાના સૌથી વધારે સ્થળોમાં પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં આવેલા છે. ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ 44 જેટલા સ્થળો પર ખોદાણ કરવામાં આવ્યું હતું જેના કારણે ત્યાં રોડ બેસી જવાની સંભાવના રહેલી છે. જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં પેચ વર્ક પણ કરવામાં આવ્યું છે.

આ રહ્યું 178 જગ્યાનું લિસ્ટ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!