GUJARAT

20થી 55 વર્ષના દર્દીઓએ એટીઆરટી થેરાપી કરાવી: નોન સર્જિકલ થેરાપીથી પાંચ મહિનામાં 1 હજાર દર્દી હિપ રિપ્લેસમેન્ટથી બચ્યાં – Ahmedabad News

દેશમાં પ્રથમવાર શહેરના એક મલ્ટિ સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરમાં માત્ર 5 મહિનામાં અત્યાધુનિક નોન સર્જિકલ ‘એટીઆરટી’ (એડવાન્સ ટિશ્યુ રિજનરેશન થેરાપી)થી અમદાવાદ સહિત દેશ-વિદેશના 20થી 55 વર્ષના એક હજાર દર્દીને હિપ રિપ્લેસમેન્ટથી બચાવાયા છે. આ થેરાપીથી

.

સેન્ટરના ડિરેક્ટર ડો. આલાપ શાહના જણાવ્યા મુજબ, દેશમાં પ્રથમ વાર ‘મિશન હેલ્થ’માં ‘એટીઆરટી સારવાર ઉપલબ્ધ થઈ છે, ત્યારે છેલ્લાં 5 મહિનામાં થાપાનો ગોળો સુકાવાની (એવીએન ઓફ હિપ)ની ફરિયાદ સાથે 1 હજાર દર્દી આવ્યા હતા, જેમને શૂન્ય આડઅસર ધરાવતી ‘એટીઆરટી’ સારવારથી 6થી 12 સેશનમાં દર્દીને દુખાવાથી મુક્ત કરી, થાપાની મૂવમેન્ટ મળવાથી ફંક્શન ઇમ્પ્રૂવમેન્ટ આપીને સર્જરીમાંથી બચાવ્યાં છે. 1 હજાર દર્દીમાં 788 પુરુષ, 212 મહિલાઓ છે. તેમાં 80 ટકા પુરુષો 20થી 40 વયના તેમ જ 20 ટકા પુરુષો 40થી 55 વર્ષની વય જૂથના હતા.

નવી એડવાન્સ ટિશ્યૂ રિજનરેશન થેરાપી શું છે?

આ સારવારથી સુકાયેલા થાપાના ગોળા (ફિમોરલ હેડ)માં સ્ટેમસેલ રિ-જનરેટ થાય તેને લીધે નવા ગ્રોથ સેલ, નવા કોલાજિન, નવું લુબ્રિશન, નવી ધમની, નવું ઓક્સિજન, નવો રક્તપ્રવાહ શરૂ થાય છે, જેને લીધે હાડકાં માટે જરૂરી એવાં ‘બોર્ન મોર્ફોજેનિક પ્રોટીન’નું પ્રમાણ વધે છે. આ પ્રોટીનથી ઓસ્ટીબ્લાસ્ટિક ડિફરન્સિએનશનની પ્રક્રિયા કરે છે, જેનાથી શરીરની ઓસ્ટિઓ પ્રોજિનેટર ધમનીઓ ગતિશીલ બને છે અને નવા હાડકાંની રચનામાં મદદરૂપ થાય છે, જેથી દર્દીનો ઘસાયેલો અને નિર્જીવ થાપાનો ગોળો ખરતો અટકવી હિપ રિપ્લેસમેન્ટથી બચી શકાય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!