GUJARAT

ભાસ્કર એકસકલુઝિવ: મહિનામાં અકસ્માતમાં 20નાં મોત, તેમાંથી 12એ હેલમેટ પહેર્યું ન હતું – Ahmedabad News

શહેરમાં એક મહિનામાં અકસ્માતમાં 20 લોકોના મોત થયાં હતા. જેમાં 12 ટુવ્હીલર ચાલક અને 6 રાહદારીનો સમાવેશ થાય છે. તમામ ટુવ્હીલર ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોવાનું કારણે માથામાં ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 6 રાહદારીના વ

.

એક માસમાં રોડ અકસ્માતમાં 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં 12 ઘટના રાત્રે 8થી સવારના 4 દરમિયાન બની હતી. જ્યારે 4 અકસ્માત બપોરે અને 4 અકસ્માત સવારે 9થી 12 દરમિયાન બન્યા હતા. જેમાં અકસ્માતમાં ભોગ બનનાર મૃતકો સૌથી વધુ ટુવ્હીલર ચાલક હતા.

શહેરમાં રાતના સમયે કેટલાક નબીરાઓ લોકો ઓવરસ્પીડે વાહન હંકારતા હોવાથી રાત દરમિયાન સૌથી વધુ અકસ્માત થાય છે. તો બીજી બાજુ 12 ટુવ્હીલર ચાલકના મોત નિપજ્યા તેમાં તમામ મૃતકને માથામાં ગંભીર ઈજા થવાથી તથા મૃતકે હેલમેટ પહેર્યું ન હોવાનું કારણ પણ સામે આવ્યું હતું. આ અકસ્માતમાં 13 યંગસ્ટર્સ, 2 સગીર, 2 આધેડ અને 3 વૃદ્ધના મોત થયા હતાં. મોટાભાગના અકસ્માત એસજી હાઈવે, સોલા ભાગવત, ગોતા બ્રિજ સહિતના વિસ્તારમાં બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓવરસ્પીડમાં વાહન દોડાવી દોઢ વર્ષમાં સગીરોએ કુલ 31 અકસ્માત કર્યા હતા. 3 કેસમાં સગીર જ મૃત્યુ પામ્યા હતા.

55 અકસ્માતમાં 61 લોકોને નાની-મોટી ઈજા

એક મહિનામાં શહેરમાં સામાન્ય તથા ગંભીર એવા 55 અકસ્માતો થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. 25 સામાન્ય અકસ્માતોમાં 27 લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે 30 જેટલા ગંભીર અકસ્માતોમાં 34 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

કુબેરનગરમાં ટુવ્હીલર સ્લીપ થતાં સગીરનું મોત થયું હતું

તાજેતરમાં કુબેરનગરમાં રહેતી 16 વર્ષીય સગીરા તેની સોસાયટીમાં રહેતા 16 વર્ષીય સગીર સાથે એક્ટિવા પર સ્કૂલે જતી હતી, તે દરમિયાન ભાગ્યોદય સોસાયટી પાસે ત્રણ રસ્તા પર એક્ટિવા સ્લીપ થઈ જતાં સગીર અને સગીરાને ગંભીર ઈજાઓ થતા બંનેને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં સગીરનું મોત થયું હતું, સગીરાની હાલત ગંભીર હતી. આ અંગે ટ્રાફિક પોલીસે સગીરાને એક્ટિવા આપનાર તેના પિતા સામે ગુનો નોંધ્યો હતો. થોડા મહિનાઓ અગાઉ ચંદ્રનગર પાસે બીઆરટીએસ કોરિડોરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લઈ 3 સગીર પૂરપાટ ઝડપે જતા હતા. બીઆરટીએસ બસે ટક્કર મારતાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા 17 અને 15 વર્ષીય સગીર ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે 14 વર્ષના સગીરના માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો.

ઓવરસ્પીડિંગ પણ અકસ્માતનું મુખ્ય કારણ

ડ્રાઈવિંગ સાઈકોલોજી મુજબ રાત્રે થાકનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, જેની અસર ડ્રાઈવિંગ પર પણ જોવા મળતી હોય છે. જેથી ડ્રાઈવિંગ કરતી વખતે ભૂલ થવાની સંભાવના સવાર કરતા રાત્રિના સમયમાં વધારે રહેતી હોય છે. જેના કારણે રાત્રિના અકસ્માત થાય છે. કોઈક- કોઈક જગ્યાએ સ્ટ્રીટ લાઈટનું બંધ હોવાનું, રોડ ખુલ્લો હોવાથી ઓવરસ્પીડિંગમાં વાહન ચલાવું, લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ પણ જોવા મળતો હોય છે. > પ્રિયંક ત્રિવેદી, રોડ સેફ્ટી એક્સપર્ટ એન્ડ રિસર્ચર,

શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3,899 અકસ્માતો સર્જાયા હતા જેમાં 1277 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 1773 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા 849 લોકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. મોટાભાગના અકસ્માત ઓવર સ્પીડના કારણે થયા હોવાનુ ટ્રાફિક પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસ ઓવરસ્પીડમાં વર્ષ 2022માં 40,288 કેસ કરીને 8.62 કરોડનો દંડ જ્યારે વર્ષ 2023માં 34, 693 કેસ કરીને 7.07 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમ છતાં અકસ્માતની ઘટના દિવસે દિવસે વધી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!