GUJARAT

‘તો મારે આત્મહત્યા કરવી પડશે’: વડોદરામાં 2 વર્ષથી લાઈટની સમસ્યાથી કંટાળી યુવાને MGVCLના અધિકારીને દંડવત કર્યા, કહ્યું- અંગ્રેજના જમાનામાં જીવું છું – Vadodara News


વડોદરા શહેર નજીક આવેલા સુંદરપુરા ગામમાં ફાર્મહાઉસમાં છેલ્લા 2 વર્ષથી લાઈટની સમસ્યાના કારણે યુવા ખેડૂત નિશાંતભાઈ પટેલે આજે MGVCLના અધિકારી ડી.ઈ. રાઠોડને પગે પડ્યો હતો અને દંડવત પ્રણામ કરીને લાઈટ આપવા માટે આજીજી કરી હતી. નિશાંતભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્

.

હું અઢી-ત્રણ વર્ષથી હેરાન છું
વાઇરલ વીડિયોમાં નિશાંતભાઈ પટેલ કહે છે કે, હું અઢી-ત્રણ વર્ષથી હેરાન છું અને મારે ત્યાં લાઈટ નથી. હું તમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું. મેં ખાલી 5 મિનિટ માણસ માગું છું. હું છેલ્લા 3 વર્ષથી ધક્કા ખાઉં છું, હું હદ ઉપર આવી ગયો છું. જેથી ઘૂંટણીયે પડીને પગે લાગું છું અને મારી પાસે હવે કંઈ છે નહીં અને જેવા તેવા ઘરનો માણસ નથી. હું સારા ઘરનો માણસ છું. મને તમે લખીને આપી દો કે, તમારી પાસે માણસ નથી.

નિશાંતભાઈએ અધિકારી સામે લાઇટ આપવા આજીજી કરી

હું ખેડૂત છું તો અમે ગામડિયા છીએ
નિશાંતભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ-2022માં મેં જાંબુવા જીઇબીમાં એપ્લિકેશન આપી હતી કે, મારે ત્યાં લાઈટ નથી આવતી, પંખો ચાલતો નથી. લાઈટ પણ ડીમ ચાલે છે. ઘણીવાર અઠવાડિયા સુધી લાઈટ આવતી જ નથી. પછી બે દિવસ લાઈટ આવે, ફરી 10 દિવસ લાઈટ જતી રહે. હું રજૂઆત કરું તો મને કહેવામાં આવે છે કે, એગ્રિકલ્ચર કનેક્શન છે, ત્યાં આવું જ હોય. એનો કહેવાનો મતબલ એવો છે કે, અમે ખેડૂત છીએ તો અમે ગામડિયા છીએ.

એક અઠવડિયા પહેલા 10 દિવસ લાઈટ નહોતી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ખેતી કરનારા અને ખેતર સાચવનારા માણસો ત્યાં રહેવા તૈયાર નથી. અમારે ખેતી કરવા માટે માણસ મળતા નથી. લાઈટ વગર ત્યાં માણસ રહેવા તૈયાર નથી. મારા પરિવારને ત્યાં વેકેશન મનાવવા જવું હતું, પરંતુ ઉનાળાની ગરમીમાં લાઈટ ન હોવાથી અમે ત્યાં જઈ શક્યા નથી. હું પણ દિવસે જ ત્યાં જઉં છું અને રાત્રે ઘરે પાછો આવી જઉં છું. છેલ્લા 5 દિવસથી લાઈટ નથી અને એક અઠવડિયા પહેલા 10 દિવસ લાઈટ નહોતી.

નિશાંતભાઈએ અધિકારીને કહ્યું કે, આજ સુધી ગાળ નથી બોલી, સાહેબ જ કહ્યું છે

નિશાંતભાઈએ અધિકારીને કહ્યું કે, આજ સુધી ગાળ નથી બોલી, સાહેબ જ કહ્યું છે

કામ નહીં થાય તો હું અહીં ધરણા પર ઉતરીશ
નિશાંતભાઈએ ઉમેર્યું હતું કે, આજે મને એવું લાગ્યું કે, હું અંગ્રેજના જમાનામાં જીવું છું. મારે આજે અંગ્રેજને પગે લાગવું પડ્યું. મારે તેને દંડવત કરીને પગે લાગીને રિક્વેસ્ટ કરી કહ્યું છે કે, કામ નહીં થાય તો હું અહીં ધરણા પર ઉતરીશ. તેઓ મને કોઈ જવાબ આપવા તૈયાર નથી અને તેઓ કહે છે કે, તેમની પાસે સ્ટાફ નથી.

નિશાંતભાઈનું ફાર્મહાઉસ

નિશાંતભાઈનું ફાર્મહાઉસ

આવું જ ચાલ્યું તો મારે ખેતી વેચી દેવી પડશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે મને લાગે છે કે, આવું જ ચાલ્યું તો મારે ખેતી વેચી દેવી પડશે, નહીં તો મારે આત્મહત્યા કરવી પડશે. હું ખૂબ કંટાળી ગયો છું. જેથી આજે મારે અધિકારીને પગે પડવું પડ્યું છે, બાકી હું કોઈને પગે પડું તેવો માણસ નથી. હું મારા મા-બાપ સિવાય કોઈને પગે પડતો નથી, પણ આજે મારે એને પગે પડવું પડ્યું. હું બે વર્ષથી તેમનાથી કંટાળી ગયો છું. તેઓ 2 વર્ષથી કામ કરવાના વાયદા કરતા હતા. જેના કારણે હું ખેતી કરી શકતો નથી અને અમારા ઝાડ સૂકાવા લાગ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!