લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
—
ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ માટે
EDC (ELECTION DUTY CERTIFICATE) ની સુવિધા:
સખી બુથના પ્રમુખ અધિકારીશ્રી મધુબેન ફળદુએ
મતદાન કરી અચૂક મતદાનનો સંદેશ આપ્યો
અમરેલી તા. ૦૭ મે, ૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ફરજ પર રોકાયેલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ માટે EDC (ELECTION DUTY CERTIFICATE) ની સુવિધા આપવામાં આવી હતી. મતદાનના દિવસે મતદાન માટે પોતાના મતદાન મથક પર જઇ શકે તેમ ન હોય અને ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેવા ૮,૧૧૭ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમના મતદાનનો અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને તેમના ચૂંટણી ફરજ પરના મતદાન મથક પર મતદાન કરવા EDC (ELECTION DUTY CERTIFICATE) આપવામાં આવ્યા છે. સખી બુથના પ્રમુખ અધિકારી શ્રી મધુબેન ફળદુ સહિતના ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ EDC નો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું.