શાંતિ સમિતિની બેઠક: વલસાડ ડિવિઝનના ગણેશ મંડળો સાથે જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી – Valsad News
આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ અને ઇદે મિલાદ, પર્યુષણ, ભાદરવી પૂનમ સહિતના તહેવારો તમામ લોકો હર્ષ ઉલ્લાસ સાથે મનાવે અને એક બીજાના તહેવારોમાં તમામ લોકો સહભાગી બને તે માટે વલસાડ ડિવિઝનના ગણેશ મંડળના સંચાલકો, શાંતિ સમિતિની સભ્યો અને ઇદે મિલાદના ઝુલુસના સંચા
.
ગણેશ મહોત્સવના આયોજનોજે વિસર્જન રૂટ મુજબ સમયસર વિસર્જન યાત્રા શરૂ કરવા અપીલ કરી હતી. રાત્રે 12 વાગ્યા પહેલા દરેક ગણેશ મંડળ ની પ્રતિમાનું વિસર્જન થઈ જાય તે રિતનું આયોજન કરવા જણાવ્યું હતું. સાથે વિસર્જન યાત્રા દરમ્યાન સાઇલેન્ટ ઝોનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તેમ DJ ઓપરેટર અને DJ સંચાલકોને ખાસ સૂચના આપી હતી. ગણેશ મંડળના સંચાલજોને ગણેશ મંડળમાં CCTV કેમેરા લગાવવા, ભારે વરસાદની આગાહીને લઈને મંડળમાં વોટર પૃફિંગ કરવા, ઇલેક્ટ્રિક લાઇન યોગ્ય રીતે લગાવવા, દરેક ગણેશ મંડળ ના વોલેન્ટીયર્સ દ્વારા ગણેશ મંડળ પાસે ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન કરવા અને પોલીસ જવાનો દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું. કેટલાક ગણેશ મંડળની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ન કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. 16મી સપ્ટેમ્બરે શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ઇદે મિલાદનું ઝુલુસના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.