આખરે શહેર ડૂબ્યું: વડોદરામાં વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કોર્પોરેશનની કચેરીએ દેખાવો, દબાણો દૂર કરવા માંગ – Vadodara News
વિશ્વામિત્રી નદીના પૂરમાં લગભગ મોટાભાગનું શહેર ડૂબી ગયું જેનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદીમાં વહેણને અવરોધતી અઘોરા સીટી સેન્ટર દ્વારા 2015 ડિસેમ્બરથી પાયા ખોદી બાંધકામ શરૂ કરી બાંધવામાં આવેલી તોતિંગ દિવાલ છે. આ આક્ષેપ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વ
.
વિશ્વામિત્રી એક દિવસ ડૂબાડશે
વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલેષ અમીને જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં દિવાલ વર્ષ 2015 ડિસેમ્બરમાં બની રહી હતી ત્યારે અમે વિશ્વામિત્રી બચાવ સમિતિના નામે આ નદી ભવિષ્યમાં વડોદરાને પૂરતી ડુબાડશે એવી ભીતિ વ્યક્ત કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, સિંચાઈ વિભાગ, ખાણ ખનીજ વિભાગ તેમજ પર્યાવરણ અને જંગલ વિભાગને આવેદનપત્રો આપી રજૂઆતો કરી હતી.
દબાણો દૂર કરી શહેરને બચાવો
તેમણે વધુમાં જણાવ્યું કે, આ મેં – 2016 માં ગુજરાત હાઇકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી હતી અને નદીનો પ્રવાહ રોકતી તોતિંગ દીવાલ તોડવા માટે અને નદીને ખૂલ્લી કરવા માટે વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ લડત આપી રહ્યા છે. હવે જ્યારે વડોદરામાં આવેલ વિશ્વામિત્રીનું વહેણ અટકતા આવેલ પુરથી વડોદરાને ડુબાડી ગયું અને પ્રજાનો રોષ ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપર પ્રજાએ દરેક વિસ્તારમાંથી ઠાલવ્યો છે.
13 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે
શૈલેષ અમીને જણાવ્યું કે, વડોદરાના હાલના કોર્પોરેટરોને એવું મહેસુસ થતું હશે કે, ગત ટર્મના તમામ કોર્પોરેટરોએ ખોટું કર્યું છે અને સુધારો જરૂરી છે તેમ દર્શાવવા આજે જ્યારે સામાન્ય સભા છે ત્યારે અમે વિશ્વામિત્રી નદીની મૂળ સ્થિતિ અને બદલાતી જતી સ્થિતિ દર્શાવવા ફોટાવાળા પ્લે કાર્ડ લઈને દેખાવો કર્યા છે. કોર્પોરેટરોને અમે દર્શાવીએ છીએ કે, આપ હજી પણ અઘોરાની વિશ્વામિત્રી નદીના પટમાં વહેણ અટકાવતી દીવાલ તોડવાનો સમગ્ર સભા ઠરાવ કરે તો નગરજનોનો રોજ જે રોષ શાસકો ઉપર છે તે દૂર કરી શકશો. અમે વિશ્વામિત્રી બચાવો સમિતિએ ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2016 મે મહિનાથી આ બાબતે PIL કરેલી છે જે હાલ ચાલુ છે અને આગામી 13 સપ્ટેમ્બરના રોજ તેની સુનાવણી છે.