કૈલાશ ભોયાનું ધરમપુરનું લોકર ઘટસ્ફોટ કરી શકે!: વિશ્વામિત્રી કાંઠે ઝોન ફેર કરનાર પૂર્વ TPOના 5 ખાતામાં માત્ર ₹12 લાખ!, વડોદરામાં કરોડોનો વૈભવી બંગલો – Vadodara News
વિશ્વામિત્રીના પૂરે વડોદરાવાસીઓને ડૂબાડ્યા હતા અને સંપત્તિને નુકસાન કર્યુ હતું. ત્યારે વિશ્વામિત્રીના કિનારે આડેધડ ઝોન ફેરની મંજૂરી આપનાર સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર અને હાલમાં જ ફરજિયાત નિવૃત્ત કરાવી દેવાયેલા કૈલાસ ભોયા સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધ
.
આરોપી કૈલાશ ભોયા વલસાડ ખાતેથી ઝડપાયા બાદ અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. તેના રિમાન્ડ આજે પુરા થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પોલીસ આરોપીને સાથે રાખીને ધરમપુર ખાતે તેનું બેંક લોકર ખુલશે.
ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોને પગલે મિલકત અંગે તપાસ હાથ ધરાઇ
ભ્રષ્ટાચારની અરજી થઈ હતી વડોદરામા ફરજ દરમિયાન વિશ્વામિત્રીના કિનારે ઝોન ફેરની પ્રવૃત્તિ કરી હોવાનો આરોપ જેમની સામે છે, એવા સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે વડોદરામાં જાગૃત નાગરિકે દ્વારા ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરુપયોગની અરજી થઈ હતી. જેની તપાસ બાદ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વલસાડ, ધરમપુર આસપાસના ગામોમાં જમીન અને પ્લોટ કૈલાશ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોને પગલે મિલકત અંગે તપાસ હાથ ધરાઇ હતી. વડોદરા એસીબીએ 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2020 સુધી ભોયાની મિલકતના પુરાવા તેમજ બેંક ખાતાની વિગતો મેળવી હતી. જેમાં પ્રાથમિક દૃષ્ટિએ જ આવક કરતાં વધુ સંપત્તિ બહાર આવી હતી. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા નહેરુ પાર્ક સોસાયટીમાં વૈભવી બંગલો અને હરણીમાં ફ્લેટ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વલસાડ, ધરમપુર અને આસપાસના ગામોમાં જમીન અને પ્લોટ પણ છે.
આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી પરિણામે એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાતા કૈલાશ ભોયાની કાયદેસરની કુલ આવક 2.75 કરોડ હતી, જેની સામે તેમને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ 4.33 કરોડનો કર્યો હતો. આમ આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું હતું.
વડોદરામાં જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરુપયોગની અરજી કરી હતી
ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી અગાઉ વડોદરામાં 2014થી 2016 સુધી ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બાદમાં એસીબીના મદદનીશ નિયામક પીએચ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન.પ્રજાપતિએ કૈલાશ ભોયા સામે આવક કરતા વધુ મિલકતનો ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીને વલસાડ ખાતેથી ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તેના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી.
કૈલાશ ભોયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો આ દરમિયાન તેના પોતાના પાંચ એકાઉન્ટમાંથી 12 લાખ રૂપિયા મળ્યા હતા. જ્યારે તેની પત્ની અને પુત્રના એકાઉન્ટમાંથી 14 લાખ રૂપિયા મળ્યા હતા. તેના પરિવારના એકાઉન્ટમાંથી કુલ 26 લાખ રૂપિયા મળ્યા હતા. આજે આરોપી કૈલાશ ભોયાને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. તેથી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
અકોટા નેહરુ પાર્ક સોસાયટીમાં કરોડોની કિંમત ધરાવતો બંગલો
બેંક લોકર પર પોલીસને નજર એસીબી દ્વારા હવે ધરમપુર ખાતેના બેંક લોકોને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પોલીસ કોર્ટની મંજૂરી લઈને આરોપીને સાથે રાખીને આગામી દિવસોમાં તેનું બેંક લોકર ખુલશે. આરોપીના બેંક એકાઉન્ટમાં ખૂબ ઓછી રકમ મળી છે. જેથી તેના બેંક લોકરમાં શું મળે છે તેની પર પોલીસને નજર છે.
વડોદરાના નેહેરુ પાર્કમાં કરોડોના બંગલામાં ભોયા રહે છે એ.સી.બી.ની ચાર વર્ષ સુધી ચાલેલી તપાસમાં વિશ્વામિત્રીમાં પૂર બાદ અચાનક જાગેલા તંત્રએ કાર્યવાહી કરી છે. જેમાં એ.સી.બી દ્વારા તપાસ દરમિયાન આરોપી કૈલાશ ભોયા વડોદરામાં જ રહે છે અને અકોટા નેહરુ પાર્ક સોસાયટીમાં કરોડોની કિંમત ધરાવતો બંગલો ધરાવે છે.
વલસાડ, જૂનાગઢ, સુરત, વડોદરામાં મિલકત વસાવી આરોપી કૈલાશ ભોયાએ ટાઉન પ્લાનર તરીકે રાજ્યના જુદાજુદા શહેરોમાં મિલકત વસાવી હતી. જેમાં વલસાડ, જૂનાગઢ, સુરત, વડોદરાનો સમાવેશ થાય છે. ફરજ દરમિયાન હંમેશા વિવાદોમાં રહ્યા છે. ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. ચાલુ તપાસ છતાં સુરત બદલી થઈ હતી. જેની પાછળ રાજકીય પીઠબળ હોવાનું મનાય છે. યોગ્ય તપાસ થાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.