છતના પોપડા પડ્યા: ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી નજીક છતના પોપડા પડ્યા, સદનસીબે જાનહાની ટળી – Surendranagar News
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બીછાને નજરે ચઢી રહી છે. જેમાં રેફરલ હોસ્પિટલથી જાણીતી ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમા લેબોરેટરી નજીક છતના પોપડા પડ્યા હતા. સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.
.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બીછાને હોય એવો ગોઝારો ઘાટ સર્જાયો છે. જેમાં રેફરલ હોસ્પિટલથી જાણીતી અને વિવાદોમા રહેતી ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમા લેબોરેટરી નજીક છતના પોપડા ખરતા હોસ્પિટલ મેનેજમેન્ટ અને રોગી કલ્યાણ સમિતિની નિષ્ક્રિયતાની પોલ ખુલી છે.છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રાવાસીઓ હોસ્પિટલમા ડોકટરોની પૂરતી સુવિધા ન હોવા બાબતે અનેક રજુઆતો કરી ચુક્યા છે. ભૂતકાળમાં આ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની મહેકમ મુજબ ભરતી કરવા ઉપવાસ આંદોલન પણ થઇ ચુક્યા છે. હાલ સામાન્ય લાગતા છતના પોપડા પડવાના આ બનાવમા કોઈ ઇજા પામ્યું નથી. પણ આગામી સમયમાં મેનેજમેન્ટ વધુ ચોકસાઈ યુક્ત કામગીરી કરે તે જરૂરી જણાઈ રહ્યું છે.