પોલીસ મુખ્ય મથક ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમ: સુરતની તમામ પોલીસ વિભાગની મિલકત પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે: પો. કમિશનર – Surat News
સુરત શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન, પોલીસ કમિશનર કચેરી, પોલીસ આવાસ સહિત
.
પોલીસ લાઈનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે
હેડ ક્વાટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને શહેરના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જળ શક્તિ અભિયાન અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું હેડ ક્વાટર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અલગ-અલગ પોલીસ લાઈનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. મહત્વની વાત છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રોગ્રામ યોજાયો હતો.
સીપી ઓફિસથી માંડીને તમામ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ કરાશે
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હાલ સરકારી એજન્સી જે આ દિશામાં કામ કરી રહી છે. અલગ-અલગ જિલ્લાઓ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કલેક્ટરના હસ્તક તેને સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને અમારા જે પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં છે અને જે પોલીસ સ્ટેશન અમારા શહેરમાં પડે છે, ત્યાં બધા સંકલન થઈ ગયા છે. આવનાર દિવસોમાં અમારો ટાર્ગેટ એ છે કે, અમારા જેટલા પણ પોલીસ મથક છે અને જે બિલ્ડીંગ છે તેમાં સીપી ઓફિસથી માંડીને તમામ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે.
કન્સલ્ટ એજન્સી સાથે વાતચીત થઈ ગઈ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગના તમામ પોલીસ કમિશનર કચેરી, પોલીસ લાઈન, પોલીસ આવાસ, તમામ પોલીસ સ્ટેશનમાં એવી જગ્યા પર જ્યાં પાણીનો સ્લોપ હોય અને જ્યાં છત હોય ત્યાં અમે એક પાઇપ નાખવાના છીએ પછી પાઇપના માધ્યમથી આવીને બોરમાં જાય અને બોરના માધ્યમથી ગર્ભમાં જતું રહે. આયોજન અમે કરી રહ્યા છે આ માટે કન્સલ્ટ એજન્સી સાથે પણ વાતચીત થઈ ગઈ છે.