GUJARAT

ભારે વરસાદમાં ઉકાઈ ડેમના ફ્લો મેનેજમેન્ટનું કેસ સ્ટડી: રિટાયર્ડ નાયબ કાર્યપાલક ઈજનેર મુકેશ પટેલે કહ્યું, પૂર નિયત્રંણ માટે કાયમી ઉકેલ શક્ય – Surat News


ગુજરાતમાં આવેલી તાપી બીજી સૌથી મોટી નદી પર ઉકાઇ જળાશય ડેમ સિંચાઇ,પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ તેમજ વીજ ઉત્પાદન માટે ગુજરાત સરકારશ્રીએ બનાવેલ છે. આ નદીની લંબાઇ 724 કી.મી. અને સ્ત્રાવ વિસ્તાર 65145 સ્ક્વેર કી.મી. છે તેને કારણે ચોમાસામાં પાણીનો આવરો સ

.

આ ઉકાઈ ડેમના મેનેજમેન્ટ અંગે જણાવતા રીટાયર્ડ નાયબ કાર્યપાલક ઇજનેર મુકેશ પટેલે કહ્યું કે,

સુરત સિંચાઇ વર્તુળ હેઠળ કાર્યરત ડ્રેનેજ ડિઝાઇન સબ ડિવિઝન સુરત ની કચેરીમાં 13 વર્ષ અને અંક્લેશ્વર ડિવિઝન હેઠળ ના ઇલાવ ઇરીગેશન સબ ડિવિઝન ઇલાવ ખાતે દોઢ વર્ષની ફરજ બજાવેલ હતી.દરમ્યાન સુરત સિંચાઇ વર્તુળ કચેરી હેઠળ સંચાલિત ફ્લડકંટ્રોલ સેલમાં જાગૃતરહીને નિષ્ઠાપૂર્વક 14 વર્ષ સુધી ફરજ બજાવેલ છે.આ સમયગાળા દરમ્યાન ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાને કારણે તાપીનદીમાં આવેલા બે પૂર ભયંકર હતા. 06 ઓગષ્ટ 2006નુ પૂર એટલુ ભયંકર હતુ કે 11 લાખ ક્યુસેક્સ પાણી છોડવાને કારણે સુરત શહેરનો ૮૦% વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત હતો.જે એક વૈશ્વીક સમાચાર હતા. 23 સપ્ટેબર 2013ના મીનીપૂરમાં 5 લાખ ક્યુસેક્સ પાણી છોડવાને કારણે ફક્ત અડાજણ વિસ્તાર જ પૂરથી અસરગ્રસ્ત થયો હતો.જે એક સુરત પૂરતા સમાચાર હતા.ઉક્ત બન્ને પૂર વખતે ફ્લડ કંટ્રોલ સેલમાં તે સમયે મારી ડયુટી નહોતી. ઉકાઇ જળાશયમાંથી 3 લાખ ક્યુસેક્સ સુધી પાણી છોડવાથી સુરત શહેરમાં પાણી ભરાવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી. સને 2006 ના પૂર વખતે રુલ લેવલ પ્રમાણે 334 ફૂટ પાણી ઉકાઇ ડેમમાં હતું અને ઇનફ્લો-આઉટ્ફ્લો 1.5 લાખ ક્યુસેક્સ હતો. અચાનક ઉપરવાસમાં 05.08.2023 ના રોજ અતિભારે વરસાદ ચાલુ થાય છે. જે સતત ચાર દિવસ સુધી ચાલુ રહેતાં ઇનફ્લો ના જથ્થા પ્રમાણે સમયાંતરે વધારીને આશરે 11 લાખ ક્યુસેક્સ સુધી પાણી રીલીઝ કરવાની કુદરત ફરજ પાડે છે. આમ,80% સુરત શહેર સતત ચાર દિવસ સુધી પૂરથી અસરગ્રસ્ત હતુ. હવે આમાં વાંક કોનો? બે શક, કુદરતનો !

સાથે માનવીય બિનઅનુભવનો કે અનુભવમાંથી કશું પણ ન જ શીખવાનો ?

સદર પૂર બાબતે નામદાર હાઇકોર્ટના જસ્ટીસ સુશ્રી સુજ્ઞાબેન ભટ્ટના વડપણ હેઠળ તપાસપંચ રચાયુ હતુ. જેનો ચૂકાદો એવું કહે છે કે,સમયસર તબક્કાવાર પૂરનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હોત તો પણ,આશરે 16 કલાક માટે સુરત શહેરનો 80% વિસ્તાર હાઇએસ્ટ ફ્લડ લેવલ સુધી અસરગ્રસ્ત થવાનો હતો.

ફ્લડ કંટ્રોલ સેલ ઓફીસ ઉકાઇ અને સુરત દ્વારા રાઉન્ડ ધ ક્લોક દર કલાકે ડેમનુ લેવલ,ઇનફ્લો અને આઉટફ્લો ની માહીતી મોબાઇલ SMS અને E-Mail દ્વારા ગાંધીનગર ફ્લડ કંટ્રોલ સેલ ઓફીસ, લગત સુરત જીલ્લાના કલેક્ટર શ્રી,ડીડીઓશ્રી ,SMC Commissioner shri, Police Commissioner shri,જીલ્લાના પોલીસ વડાશ્રી, સિંચાઇ વિભાગના સેક્રેટરીશ્રી, ચીફ એન્જીનીયરશ્રી, સુરત-ઉકાઇ સિંચાઇ વર્તુળના બે અધિક્ષક ઇજનેરશ્રી, વર્તુળ હેઠળના ૧૫ કાર્યપાલક ઇજનેરશ્રીઓને તેમજ હજીરાકાંઠા વિસ્તારની ONGCથી લઈને તમામ મોટી આશરે ૧૦ કંપની ઓના જનરલ મેનેજરશ્રીઓને રાઉન્ડ ધ ક્લોક દર કલાકે ઉકાઇ ડેમનુ લેવલ,ઇનફ્લો અને આઉટફ્લો ની માહીતી મોબાઇલ SMS અને E-Mail થી મોકલવામાં આવતી હોય છે.

સુરત શહેરમાં પૂર ન આવે તેના કાયમી ઉકેલ માટે એક નમ્ર પ્રયાસ :

સતત 14 વર્ષ ચોમાસામાં સુરત સિંચાઇ વર્તુળ સંચાલિત ફ્લડ કંટ્રોલ સેલ ખાતે ફરજ બજાવ્યા પછી સુરત શહેર છોડયાના દસ વર્ષ પછી આજે પણ ક્યા વર્ષે ઉકાઇ ડેમ કેટલો ભરાયો છે. તેની સિંચાઇ માં પાણીની કેટલી તૂટ રહેશે વગેરે બાબતનું મારા શોખના કારણે કુદરતી રીતે મને સતત અનુસંધાન રહેતુ હોય છે.એટલે મારા ધ્યાને એ આવ્યું કે જે વર્ષે ઓછો વરસાદ હોય ત્યારે ચોમાસુ પૂર્ણ થયે ડેમ ૩૨૫ ફૂટની આસપાસ પાણીથી ભરાતો હતો.એટલે કરકસર કરીને સિંચાઇને પહોચી વળાતુ હતુ.અને ભારે વરસાદ વખતે તો ડેમ ૩૪૫ ફૂટે સદાબહાર જ હોય. ફક્ત એક વખત સને 2018 કે 2019 માં ડેમ ફક્ત 318 ફૂટ જ ભરાયો હતો. જો કે 2013 પહેલાં કાચી કેનાલો હોવાને કારણે પાણીનો ઘણો જ બગાડ થતો હતો,ત્યારે તકલીફ પડતી હશે.જો કે, અત્યારે મોટાભાગની કેનાલો પાકી થવાથી પાણીનો બગાડ ઘણો ઘટી ગયો છે. છેલ્લા 24 વર્ષનુ સરવૈયુ જોઇએ તો 40 % વર્ષે ડેમ ફૂલ ભરાયો હશે.અને 60% વર્ષે ડેમ 325 ફૂટની આસપાસ જ ભરાતો હશે.

હવે, મારુ સજેશન એ છે કે, 335 ફૂટે ડેમ ભરાયેલ હોય તો સિંચાઇ,ઉદ્યોગો કે પીવાના પાણી માટે બિલ્કુલ તકલીફ પડવાની જ નથી. એટલે, હવેથી ભારે વરસાદ વખતે જો ડેમને 335 ફૂટ ભરાયા પછી પૂર નિયંત્રણ માટે ૨૫ મી સપ્ટેમ્બર સુધી રુલ લેવલ 335 ફૂટ જાળવી રાખવુ જોઇએ. જેનુ વિષ્લેષણ નીચે મુજબ છે.

જ્યારે ઉકાઇ ડેમના 325 ફૂટ લેવલે કરકસર કરીને સિંચાઇને પહોચી વળાતુ હતુ. હવે તો કેનાલો પાકી થઇ છે એટલે તકલીફ ઓછી થઈ છે. હવેથી ભારે વરસાદ વખતે જો ડેમને 335 ફૂટ ભરાયા પછી પૂર નિયંત્રણ માટે ૨૫ મી સપ્ટેમ્બર સુધી રુલ લેવલ 335 ફૂટ જાળવી રાખવુ જોઇએ.તો જ,ઉપરવાસમાંથી આવતા વધુમાં વધુ 10 લાખ ક્યુસેક્સ માંથી 3 લાખ ક્યુસેક્સ પાણીને તાપી નદીમાં ડિસ્ચાર્જ કરીને બાકીના ખાલી 10 ફૂટના અવકાશમાં ત્રણ દિવસ સુધી ૭લાખ ક્યુસેક્સ પૂરના પાણીને ડેમમાં સ્ટોર કરી કંટ્રોલમાં રાખી શકાય તેમ છે.

તેમ છતાં IMDની આગાહી અને સ્વયં ફ્લડ સેલના સિંચાઇના જ અભ્યાસુ માણસો તૈયાર કરીને 335 ફૂટ ઉપરના લેવલે,ઉપરવાસની આગાહી અને સંજોગો જોઇને ડેમ ભરવા બાબતે વિચારવું જોઇએ. કારણ કે અગાઉના રેકોર્ડ પ્રમાણે મોટાભાગે 1 સપ્ટેબર થી 25 સપ્ટેબર સુધી જ ભારે પૂર લાવી દે તેવા અતિભારે વરસાદ નોધાયા છે.એક બાજુ ઉપરવાસના તમામ ડેમ ફૂલ સપાટીએ ભરાયેલ હોય અને વધુમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે એટલે 3 લાખ ક્યુસેક્સથી વધુ પાણીના ઇનફ્લોને નિયંત્રણ કરવો 100% અશક્ય છે. જેટલો ઇનફ્લો આવે એટલો જ આઉટફ્લો ફરજીયાત કાઢવો જ પડે છે.ઉકાઇ ડેમની ૩૪૫ ફૂટની ફૂલ સપાટીએ ૩ લાખ ક્યુસેક્સથી વધુ ઇનફ્લો ચોક્કસ પૂર લાવી જ દે છે.

છેલ્લા સતત 37 વર્ષથી મારા રસનો વિષય વરસાદ અને હવામાનના ત્રણ ઘટકો તાપમાન,હવાનું દબાણ અને ભેજ છે. કે જે, વરસાદ વરસાવવા માટે જવાબદાર છે. તેનો અભ્યાસી છુ. અને સારા વરસાદ વરસાવવા અને પૂર નિયંત્રણ બાબતે મેં એક વધુ રીસર્ચ પેપર પણ તૈયાર કર્યું છે. જેનો અહીં સમાવેશ કરવો અશક્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!