રોડ ચક્કાજામ કરી વિરોધ: ગોધરા શહેરના બગીચા રોડ વિસ્તારના વેપારીઓએ પાલિકા દ્વારા રોડની કામગીરી ન કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો – panchmahal (Godhra) News
ગોધરા શહેરમાં 15 દિવસ પહેલા અતિભારે વરસાદના પગલે ગોધરા શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ધોવાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશો વાહનચાલકો અને દુકાનદારો હેરાન પરેશાન થઈ ગયા હતા. વારંવાર નગરપાલિકા તંત્રના રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રક
.
ગોધરા શહેરના બગીચા રોડ ઉપર દુકાનદારો દ્વારા આજરોજ રોડ ઉપર ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં દુકાનના વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વારવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની રોડ રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે રોડ ઉપરની ધૂળ દુકાનમાં ઉડીને આવે છે. જેના કારણે ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડી રહી છે. નગરપાલિકા દ્વારા રોડ ઉપર પાણી વેડીને ધૂળને દબાવમાં આવે છે, પરંતુ રોડની કામગરી કરવામાં આવતી નથી. જેના પગલે રસ્તા પર અવર જવર કરતા રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આજરોજ મોટી સંખ્યામાં વેપારીઓએ ભેગા મળીને રોડ ઉપર ચક્કાજામ કરીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.