સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો: ભાજપના કમલમ કાર્યાલય ખાતે જિલ્લા કક્ષાના ભાજપાના નેતાઓ રહ્યા ઉપસ્થિત – panchmahal (Godhra) News
પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કક્ષાના પ્રાથમિક સભ્ય બનવા માટે સદસ્યતા અભિયાન 2024 નું લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમા પંચમહાલ ભાજપાના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા શહેરના ભારતીય જનતા પાર્ટ
.
જેમાં જિલ્લા કક્ષાના સદસ્યતા અભીયાન અંતર્ગત ગત વખતે પ્રદેશ કક્ષાએથી જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.જેમાં 2 લાખ કરતા વધુ ને સદસ્ય બનાવવામાં આવ્યા હતા. આ વખતે આ ટાર્ગેટને વધુ બહોળી સંખ્યામાં સદસ્યને જોડીને રેકોર્ડ કરવામાં આવશે.જેના માટે જિલ્લાના 3200થી વધુ કાર્યકરો તૈયાર છે અને જેઓ દ્વારા ડિજિટલ માધ્યમથી ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય તરીકે જોડવામાં આવશે. ત્યારે આ ટાર્ગેટ ને પૂર્ણ કરવા માટે રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમાર, પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવ, સર્વ ધારાસભ્યોમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષા બેન સુથાર,કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ પાર્ટીના ઊંચા કદના હોદેદારો પણ સમેલિત થઈ આ જિલ્લા કક્ષાના સદસ્યતા અભીયાન માં જોડાશે.
ત્યારે આ સદસ્યતા અભીયાન ની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય લેવલ થી થઇ ચૂકી છે.જે સંદર્ભમાં પ્રદેશમાં પણ બેઠકો થઈ ચૂકી છે.પંચમહાલ જિલ્લાના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા ના છ વર્ષ પુર્ણ થતા ફરીથી ભાજપના પ્રાથમિક સભ્ય બનવા માટેનું એક મહા અભિયાન શરૂ કરવામા આવ્યું છે.નોંધનીય છે કે રાષ્ટ્રીય કક્ષાએ 2 સપ્ટેમ્બર ના રોજ લોન્ચિંગ થયા બાદ 3 સપ્ટેમ્બર ના રોજ પ્રદેશ કક્ષાએ સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.